મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક ખાતે મેડીકલ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમા શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને ક્રિષ્ના  મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના સંયુક્ત રીતે શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, નિલકંઠ પ્લાઝા–૨ નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલ્લા સોસાયટીની બાજુમાં મેડીકલ કેમ્પનું આયોજન કરેયુ હતુ જેનો ઘણા દર્દીઓએ લાભ લીધો હતો. આ કૅમ્પ માં ડૉ. તેજશ જોગી (Ms Orthopeadiuc) દ્વારા સાંધાના દુખાવા , કમર–ગરદન નો દુખાવો, હાડકાં અને સ્નાયુના રોગોની તપાસ અને નિદાન સહિત ખાસ ફિઝીયોથેરાપીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.હિરલ જાદવાણી ડૉ.ધ્વનિ નીમાવત, ડો.ખ્યાતિ પરમાર, અને ડૉ. પ્રતિક દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું અને ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કેમ્પ યોજાયો હતો. ખાસ વિશેષ નોંધનીય બાબત એ હતી કે બધા ડૉક્ટર તથા બીજા વર્ષના શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપીના વિદ્યાર્થી દ્વારા લોકોને ફિઝીયોથેરાપી શું છે ? અને તેના લાભ વિશે જાગૃતિ માટે જરૂરી માહિતી આપવામાં આવી હતી અને શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.






Latest News