મોરબીમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન અને સ્ટેમ સેલ જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયું
મોરબીમાં SIR ની કામગીરીમાં મદદરૂપ થવા માટે સાંસદની હાજરીમાં ભાજપના આગેવાનોને માર્ગદર્શન અપાયું
SHARE
મોરબીમાં SIR ની કામગીરીમાં મદદરૂપ થવા માટે સાંસદની હાજરીમાં ભાજપના આગેવાનોને માર્ગદર્શન અપાયું
મોરબી સહિત ગુજરાત અને દેશની અંદર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે હાલમાં કામ ચાલી રહ્યું છે અને બીએલાઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેની સાથોસાથ રાજકીય પક્ષના આગેવાનો પણ સહાયક તરીકે સાથે કામ કરતા હોય છે ત્યારે “સર”ની કામગીરી કઈ રીતે ઝડપથી અને સરળતાથી થઈ શકે તેના માટે જરૂરી માહિતીને માર્ગદર્શન આપવા માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપ ખાતે ભાજપના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાં “સર”ની કામગીરીના પ્રભારી સાંસદ ચંદુભાઈ સિહોરા તેમજ મોરબી જિલ્લાના ઇન્ચાર્જ હસુભાઈ પંડ્યા તથા ભાવેશભાઈ કંઝારીયા સહિતનાઓ હાજર રહ્યા હતા અને સરની કામગીરીમાં બી.એલ.ઓ.ને કઈ રીતે મદદરૂપ થવું તથા લોકોને કઈ રીતે તેની જરૂરી માહિતી એકત્રિત કરવામાં મદદરૂપ થવું તેના વિશેની માહિતીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું









