મોરબીમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન અને સ્ટેમ સેલ જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયું
SHARE
મોરબીમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન અને સ્ટેમ સેલ જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયું
મોરબીમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા મોરબીમાં આવેલ ગાયત્રીનગર પ્રાથમિક શાળા તેમજ સુપર ટોકીઝ વિસ્તાર, નીલકંઠ મહાદેવ મંદિર (મોહનભાઇની લસ્સીની બાજુ) ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે જ કેન્સર અને થેલેસેમિયા જેવી ગંભીર બીમારીમાં અસરકારક સાબિત થતા "સ્ટેમ સેલ ડોનેશન" અંગે જાગૃતિ ફેલાવવા વિશેષ કેમ્પ યોજાયો હતો. જેમાં અમદાવાદની જાણીતી "ધાત્રી" સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા “સ્ટેમ સેલ ડોનર રજીસ્ટ્રેશન” કાર્ય ઉત્સાહપૂર્વક પૂર્ણ કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્લાઝમા ડોનેશન સંબંધિત માર્ગદર્શન તથા જરૂરી માહિતીકરણ માટે ડેટા કલેક્શન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જેના કારણે દાતાઓને એક જ સ્થળે સર્વે માર્ગદર્શન ઉપલબ્ધ બન્યું હતું આ સેવા અભિયાનને સફળ બનાવવા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના સભ્યમંડળ, સિવિલ હોસ્પિટલ મોરબી, HDFC BANK મોરબી, સંઘના સ્વયંસેવકો અને સ્થાનિક નાગરિકોએ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. સમિતિનો સંકલ્પ છે કે આવી જ સેવાકાર્યની પ્રવૃતિઓ ભવિષ્યમાં સતત આયોજિત કરવામાં આવશે.









