મોરબીમાં SIR ની 60 ટકા કામગીરી કરનારા બીએલઓને રામ મંદિર આપીને બિરદાવ્યા
મોરબીના સીરામીક કારખાનાની ઓરડીમાં ગેસ લીકેજથી ભડકો : સુતેલા પાંચ મજૂર દાઝ્યા
SHARE
મોરબીના સીરામીક કારખાનાની ઓરડીમાં ગેસ લીકેજથી ભડકો : સુતેલા પાંચ મજૂર દાઝ્યા
શ્રમિકો રાજસ્થાનના વતની, અહીં રેબન સીરામીક કંપનીમાં મજૂરી કરે છે, દાઝેલા પાંચેય રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ
મોરબીના સીરામીક કારખાનાની ઓરડીમાં ગેસ લીકેજથી ભડકો થયો હતો. રૂમમાં સુતેલા પાંચ મજૂર દાઝ્યા હતા. શ્રમિકો મૂળ રાજસ્થાનના વતની છે.પણ છેલ્લા એક વર્ષથી અહીં રેબન સીરામીક કંપનીમાં મજૂરી કરે છે અને અહીં જ રહે છે.દાઝેલા પાંચેય શ્રમિકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
મળતી માહિતી મુજબ, ઇતવારી બંગાળી (ઉંમર વર્ષ 22), સૂરજ બક્ષીભાઈ (ઉંમર વર્ષ 25), અમન બક્ષીભાઈ (ઉંમર વર્ષ 23), વિનય બક્ષીભાઈ (ઉંમર વર્ષ 17) અને શિવા ભરત (ઉંમર વર્ષ 16) રહે. પાંચેય, રેબન સીરામીક કંપનીની લેબર કોલોનીમાં, રંગપર પાવડિયારી, જેતપર રોડ, જી.મોરબી ગઈકાલે તા.23-11 ના સવારે 8.30 વાગ્યાં આસપાસ રેબન સીરામીક કંપનીની લેબર કોલોનીમાં પોતાની રૂમમાં સુતા હતા ત્યારે અચાનક ભડકો થતા પાંચેય દાઝી ગયા હતા.
બનાવના પગલે આસપાસ રહેતા અન્ય શ્રમિકો દોડી ગયા હતા.દાઝેલા પાંચેય શ્રમિકોને પહેલા ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.શ્રમિકોએ જણાવ્યું કે,દાઝેલા પાંચેય વ્યક્તિ મૂળ રાજસ્થાનના વતની છે.પાંચમાંથી સૂરજ, અમન અને વિનય સગા ભાઈઓ છે.તેઓ અહીં 1 વર્ષથી મજૂરી કરે છે.બધા એક રૂમમાં સાથે સુતા હતા ત્યારે ધડાકાનો અવાજ થયો અને અચાનક આગ લાગી ભડકો થયો હતો.રૂમમાં ગેસનો બાટલો રાખ્યો હોય તેનુ રેગ્યુલેટર લીક થયુ હોય અને કોઈ શોટ સર્કિટથી આગ લાગી હોય તેવું હાલમા અનુમાન કરવામાં આવી રહ્યું છે.









