મોરબીના સીરામીક કારખાનાની ઓરડીમાં ગેસ લીકેજથી ભડકો : સુતેલા પાંચ મજૂર દાઝ્યા
મોરબીમાં બે સિરામિક યુનિટ અને ત્રણ આંગડિયા પેઢીમાં ડીજીજીઆઈની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન
SHARE
મોરબીમાં બે સિરામિક યુનિટ અને ત્રણ આંગડિયા પેઢીમાં ડીજીજીઆઈની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન
મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ બે સીરામીક યુનિટ તથા શહેરી વિસ્તારમાં આવેલ ત્રણ આંગડિયા પેઢીમાં આજે સવારથી ડીજીજીઆઈ વિભાગ દ્વારા દરોડા ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે દરમ્યાન રોકડ વ્યવહારો અને અન્ય નાણાકીય વ્યવહારોની તપાસ ચાલી રહી છે તથા કેટલુક સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું હોવાનું સૂત્રમાં ચર્ચા રહ્યું છે.
મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ પ્લેટિનિયમ સીરામીક તથા આર્ટ ટાઇલ્સ નામના બે સિરામિક યુનિટ ઉપર આજે સવારથી ડીજીજીઆઈની ટીમ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બંને સીરામીક કારખાના ઉપરાંત મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ ધરતી ટાવરમાં જુદીજુદી ત્રણ આંગડિયા પેઢીઓ આવેલી છે ત્યાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે બંને સિરામિક એકમોના રોકડ તથા નાણાકીય વ્યવહારોની તપાસ ચાલી રહી છે સાથોસાથ કેટલું સાહિત્ય પણ ડીજીજીઆઈની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યું છે અને મહત્વના ડિજિટલ સાહિત્ય તથા ડોક્યુમેન્ટને કબજે કરીને આગળની કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે.









