મોરબીના આંદરણા અને ચરાડવા વચ્ચે ડમ્પર પાછળ બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે યુવાનના મોત
SHARE
મોરબીના આંદરણા અને ચરાડવા વચ્ચે ડમ્પર પાછળ બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે યુવાનના મોત
ચરડવાથી આંદરણા ગામ તરફ જવાના રસ્તા ઉપર સીએનજીના પંપ સામેથી પસાર થતા ડમ્પર ચાલકે બેફિકરાઈથી રોડ ક્રોસ કરતા પાછળથી આવી રહેલ ડબલ સવારી બાઈક ડમ્પરની પાછળના ભાગે અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક લઈને જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું જો કે, બાઈકમાં બેઠેલા વિજા વ્યક્તિને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના વાંકડા ગામે ખરાબામાં રહેતા અને મજૂરી કામ કરતા રાજેશભાઈ નાનસિંહ ભીંડે (22)એ ડમ્પર નંબર જીજે 36 એક્સ 3442 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ચરાડવાથી આંદરણા ગામ તરફ આવવાના રસ્તા ઉપર આવેલ સીએનજીના પંપ પાસેથી તેઓના ભાઈ સોનુ નાનસિંહ ભીંડે પોતાનું બાઈક નંબર જીજે 34 ઇ 5178 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની સાથે બાઈક ઉપર ભુરસિંહ કાળુસિંહ લોહરીયા પણ બેઠેલા હતા દરમિયાન આરોપીએ પોતાના હવાલા વાળું ડમ્પર બેફિકરાયથી ચલાવ્યું હતું અને રોડ ક્રોસ કરતા સમયે ડમ્પરની પાછળના ભાગમાં ફરિયાદીના ભાઈનું બાઈક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જ્યારે ભુરસિંહ લોહરીયાને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









