પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ગોડાઉનમાં રેડ: બાંધકામમાં ઉપયોગમાં લેવાતા બ્રાન્ડેડ મટિરિયલ્સનો 15.18 લાખનો ડુપ્લીકેટ માલ ઝડપાયો, બે શખ્સની ધરપકડ


SHARE















મોરબીના લાલપર પાસે ગોડાઉનમાં રેડ: બાંધકામમાં ઉપયોગમાં લેવાતા બ્રાન્ડેડ મટિરિયલ્સનો 15.18 લાખનો ડુપ્લીકેટ માલ ઝડપાયો, બે શખ્સની ધરપકડ

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ લાલપર એસ્ટેટના ગોડાઉનમાં પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં કંપનીના ટ્રેડમાર્ક લોગો વાળી બેગમાં ડુબલીકેટ મટીરીયલ ભરીને તેને સસ્તા ભાવે બજારમાં વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને સ્થળ ઉપરથી ડુબલીકેટ માલ ભરેલી ભેગો તથા ખાલી બેગ મળીને કુલ 15,18,000 485 ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે હાલમાં બે આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદમાં પાલડી પાસે આવેલ અરિહંત જૈનનગર ખાતે રહેતા મલઈભાઈ યોગેશભાઈ શાહ (35)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શિરીષભાઈ અમરશીભાઈ ચારોલા રહે. કન્યા છાત્રાલય રોડ સરદાર નગર 2 મારુતિ નંદન એપાર્ટમેન્ટ બ્લોક નંબર 302 મોરબી, અનિલભાઈ હરિભાઈ બાબરવા રહે. જીઆઇડીસી પાછળ ચિત્રકૂટ શેરી નંબર 3 મોરબી અને મયુરભાઈ જયસુખભાઈ સાંગાણી રહે. મહેન્દ્રનગર મોરબી તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના લાલપર ગામથી આગળના ભાગમાં આવેલ લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ 5 માં પ્લોટ નંબર 27 માં એબીએસ ઇન્ડિયા નામના કારખાનામાં આરોપીઓ એકબીજા સાથે મિલાપીપણું કરીને ફરિયાદીની પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની બેગો બનાવીને કંપનીના નામે ગેરકાયદેસર રીતે ટ્રેડમાર્કનો દુરુપયોગ કરી કંપનીના ડુપ્લીકેટ માર્કા વાળી બેગોમાં કંપનીના નામનું મટીરીયલ ભરીને તેનું બજારમાં સસ્તા ભાવે વેચાણ કરતા હતા અને કંપનીને આર્થિક નુકસાન કરતા હતા જેથી રેડ દરમિયાન શિરીષભાઈ ચારોલા અને અનિલભાઈ બાવરવા સ્થળ ઉપરથી મળી આવ્યા હતા અને તેઓના કબજા વાળા શેડમાંથી પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માર્કા વાળી 20 કિલોની T01 મટીરીયલ ભરેલ 90 બેગ તથા T02 માર્કા વાળી 20 કિલો માલ ભરેલ 1961 બેગ મળી આવી હતી આ ઉપરાંત T 01 માર્કા વાળી ખાલી 170 અને T 02 માર્કા વાળી ખાલી 1200 બેગ મળી આવતા કુલ મળીને સ્થળ ઉપરથી 15,18,485 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આ ગુનામાં શિરીષભાઈ અમરશીભાઈ ચારોલા (34) રહે મારુતિનંદન એપાર્ટમેન્ટ સરદાર નગર 2 કન્યા છાત્રાલય રોડ મોરબી તથા અનિલભાઈ હરિભાઈ બાબરવા (48) રહે જીઆઇડીસી પાછળ ચિત્રકૂટ ત્રણ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News