મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન


SHARE





મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન

"સેવા એ જ પરમ ધર્મ" ના સૂત્રને સાર્થક કરતું પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  છે અને આગામી રવિવારે આ કેમ્પ મોરબીમાં યોજાશે.

મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા આઈએમએ ના સહયોગથી આગામી તા. ૩૦ ને રવિવાર ના રોજ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં મોરબીના નામાંકિત ડોક્ટર  ડો ઉમેશ ગોધવિયા, ડો યશ કડીવાર, ડો મિરલ આદ્રોજા, ડો વિપુલ કાવર, ડો જયેશ સનાળિયા, ડો ઋષિ વાસદડિયા અને ડો નિધિ સુરાણી સહિતના ડોક્ટર સેવા આપશે. આ મેડિકલ કેમ્પમાં બીપી, ડાયાબિટીસ, હૃદય રોગ,પેટ ના રોગો, છાતીમાં ગાંઠ, પથરી, સાંધાના દુખાવા, કમરનો દુખાવો, ચામડી ના રોગો, સ્ત્રી ને લગતા રોગ, ડિપ્રેશન, ગભરામણ, માનસિક રોગ, હિમોગ્લોબીન અને બ્લડ સુગર ની તપાસ સહિતના રોગો ની સારવાર આપવામાં આવશે.તો દવા પણ ની શુલ્ક આપવામાં આવશે.આ કેમ્પ ના મોટી સંખ્યામાં મોરબીવાસીઓ લાભ લે તેવી અપીલ પાટીદાર વુમન્સ ગૃપ દ્વારા કરવામાં આવી છે આ કેમ્પ નિઃશુલ્ક છે અને દર્દીઓએ સાધનાબેન ઘોડાસરા (7984261599), કાજલબેન આદ્રોજા (9879532357), ક્રિષ્નાબેન પનારા (9099011680), અલ્પાબેન કાસુન્દ્રા (9825312976) પાસે નામનું રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવ્યુ છે.




Latest News