સાંભળો:ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ મોરબી જિલ્લાના મતદારોને શું કહ્યું ?
મોરબીની રામકો વીલેજ સોસાયટીમાંથી નોકરીએ જવા નીકળેલ યુવાન ગુમ
SHARE
મોરબીની રામકો વીલેજ સોસાયટીમાંથી નોકરીએ જવા નીકળેલ યુવાન ગુમ
મોરબી નજીક આવેલ રામકો વીલેજ સોસાયટીમાં રહેતો યુવાન તેના ઘરેથી નોકરીએ જવા માટે નીકળ્યો હતો જો કે, ત્યાર બાદ તે ગુમ થઈ ગયેલ છે અને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગેલ નથી જેથી યુવાનની પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે. જેથી પોલીસે અને પરિવારના લોકો ગુમ થયેલા યુવાનને શોધી રહ્યા છે
મોરબી ઘૂટું રોડ પર આવેલ રામકો વીલેજ સોસાયટીમાં હાલમાં રહેતા મૂળ ઓટાળાના રહેવાસી સોનલબેન નવીનભાઈ ઘોડાસરા (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયેલ હોવાની ગુમસુધા ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, રવાપર નદી ગામની સીમમાં બાથકો સેનેટરીના કારખાનામાં તે અને તેના પતિ નવીનભાઈ નારણભાઇ ઘોડાસરા (35) મજુરી કામ કરતાં હતા અને ગત તા.૧૯/૧૧/૨૦૨૫ ના રોજ ફરિયાદીને મજા ન હતી જેથી તેને કામમાં રજા લીધી હતી જો કે તેના પતિ સવારના સાડા સાતેક તેના પતિ નાસ્તો કરીને કારખાને નોકરીએ જવા માટે નીકળ્યા હતા ત્યાર બાદ સવારના સાડા નવેક વાગ્યે સોનલબેનને તેના ભાઈ કલ્પેશભાઈનો કારખાનેથી ફોન આવ્યો હતો કે, બનેવી હજુ કામ આવેલ નથી. ત્યાર બાદ તેની વતનમાં તેમજ સોસાયટીમાં શોધખોળ શરૂ કરી હતી અને તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. અને કોઈ જગ્યાએથી નવીનભાઈ ઘોડાસરાનો પત્તો લાગ્યો ન હતો જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે









