મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE



































મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

મોરબીના બંધુનગર ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપરની નેશનલ હાઇવેની કટ પાસેથી રોડ ક્રોસ કરવા માટે ઊભેલ ક્રેન ચાલકના ક્રેન સાથે ટ્રક અથડાયો હતો જેથી ક્રેન પલટી મારી ગઈ હતી અને ત્યાં ઉભેલા યુવાન ઉપર પડતા તેને પગમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ થઈ હતી તથા ક્રેનના ચાલકને પણ હાથમાં ઈજા થયેલ હતી જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે

મોરબીના બંધુનગર ગામે રહેતા વિજયભાઈ જયંતીભાઈ ફેફર (39)એ ટ્રક કન્ટેનર નંબર જીજે 39 ટીએ 3002 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામ પાસે રોડની કટ પાસેથી રોડ ક્રોસ કરવા માટે થઈને તે ઊભો હતો તેની બાજુમાં સાહેદ રામપ્રવેશ તેના હવાલા વાળું ક્રેન નંબર જીજે 36 એસ 3569 લઈને નેશનલ હાઇની કટ પાસે રોડ વચ્ચેની કટમાં યુટર્ન લેતો હતો ત્યારે અડધી ક્રેન વળી ગઈ હતી અને તેવા સમયે ટ્રક કન્ટેનરના ચાલકે પોતાનું વાહન બેફિકરાયથી ચલાવીને ક્રેન સાથે અથડાવતા ક્રેન પલટી મારી ગઈ હતી અને ત્યા ઉભેલા ફરિયાદી ઉપર પડી હતી જેથી ફરિયાદીને ડાબા પગના ભાગે ફ્રેકચર જેવી ઇજા થયેલ છે. તેમજ ક્રેનના ચાલક રામપ્રવેશને હાથે ઇજા થયેલ છે જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ વિજયભાઈ ફેફરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવજ શરૂ કરેલ છે


















Latest News