મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં મહિલાનું અને સાથે રહેતા યુવાનનું તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોત


SHARE











ભારે કરી: મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં મહિલાનું અને સાથે રહેતા યુવાનનું તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોત

મોરબીના ધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની સાથે તેના લેબર કવાર્ટરમાં રહેતી મહિલાનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ મૃતક મહિલાના શરીર ઉપર મારના નિશાન જોવા મળી રહ્યા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળે છે. અને મૃતક મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પીએમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહ્યું છે જો કે, મૃતક મહિલાની સાથે રહેતા યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બેસાડવામાં આવ્યો હતો દરમિયાન તે યુવાનનું પણ કોઈ કારણસર મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પણ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે આમ આ બનાવની પોલીસે પ્રાથમિક નોંધ કરીને સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે.

 

મોરબી તાલુકાના લખધીરપુર ગામ પાસે આવેલ લેક્સસ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવાની સાથે તેના કવાર્ટરમાં રહેતા પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી (20) નામની મહિલાનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેની સાથે રહેતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવા (25) નામના યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવ્યા હતા દરમ્યાન કોઈ કારણોસર નરેન્દ્રસિંહ ધુરવાનું પણ મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેને પણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં આ બનાવ સંદર્ભે ડીવાયએસપી વિરલ દલવાડી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બંને મૃતક વ્યક્તિના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી રહ્યું છે અને મૃતક મહિલાના શરીર ઉપર મારના નિશાનો જોવા મળી રહ્યા છે જોકે, મહિલાનું મોત કઈ રીતે થયું હતું અને યુવાનનું મોત ક્યા કારણોસર થયું છે તેનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને હાલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહ્યું છે ત્યાર બાદ આ ઘટના વિષે સ્પષ્ટતા થાય તેવું હાલમાં ચર્ચાઇ રહ્યું છે






Latest News