મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

બગાસું ખાતા પતાસું: હળવદના મિયાણી નજીક અકસ્માત થયેલ કારમાંથી દારૂની બોટલો મળી, 3.06 લાખનો મુદામાલ કબ્જે


SHARE









બગાસું ખાતા પતાસું: હળવદના મિયાણી નજીક અકસ્માત થયેલ કારમાંથી દારૂની બોટલો મળી, 3.06 લાખનો મુદામાલ કબ્જે

હળવદના મીયાણી ગામની સીમમાંથી ચાડધ્રા ગામ તરફ જવાના રસ્તા ઉપર બોલેરો ગાડી અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સ્વીફ્ટ કારના ચાલકને ઈજા ઠાવથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને કારને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની નાની મોટી 22 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા કાર સહિત કુલ મળીને 3,06,560 ની કિંમતનો મુદામાલ કબ્જે કરેલ છે અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના ટીકર રોડ ઉપર મિયાણી ગામની સીમમાંથી ચાડધ્રા ગામ તરફ જવાના રસ્તા ઉપર બોલેરો પીકઅપ ગાડી અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત થયેલ હોવાની પોલીસને જાણ થઈ હતી જેથી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને સ્વિફ્ટ કારના ચાલક જયદીપ ઉર્ફે ભૂરી દિનેશભાઈ ડાભી રહે. મયુરનગર વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાર બાદ સ્થળ ઉપર અકસ્માત થયેલ કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની મોટી 4 અને નાની 18 આમ કુલ મળીને 22 બોટલ મળી આવતા પોલીસે 6,560 ની કિંમતની દારૂની બોટલો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,06,560 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપ ઉર્ફે ભૂરી દિનેશભાઈ ડાભી રહે. મયુરનગર વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News