મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ખંડણીખોરનો ત્રાસ: કાલથી હળવદ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો યાર્ડના વેપારીઓએ કર્યો નિર્ણય


SHARE







ખંડણીખોરનો ત્રાસ: કાલથી હળવદ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો યાર્ડના વેપારીઓએ કર્યો નિર્ણય

બળદેવ ભરવાડ દ્વારા, મોરબી જીલ્લામાં ખંડણીખોરના ત્રાસ વધી રહ્યો છે તેવામાં હળવદ માર્કેટ યાર્ડના વેપારીને અગાઉ ધમકી આપનારા શખ્સ દ્વારા ફરી પછી હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને ધમકી આપેલ છે જેથી કરીને કાલથી હળવદ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઑ દ્વારા લેવામાં આવેલ છે અને જયા સુધી ખાંડણીખોર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે નહીં ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામા આવશે તેવો નિર્ણય હાલમાં યાર્ડના વેપારીઓ દ્વારા લેવામાં આવેલ છે અને આ મુદે યાર્ડના સત્તાધીશોને અને પોલીસને વેપારીઓ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે

મોરબી જિલ્લાના હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી મૂળ જુના રાયસંગપુર ગામના રહેવાસી અને હાલમાં હળવદના ગિરનારીનગરમાં રહેતા જનકભાઈ ઘનશ્યામભાઇ ચૌહાણ (ઉંમર ૩૭)ને ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રહેવાસી જસપાલસીંહ ઝાલાએ અગાઉ કરેલી ફરિયાદનું મનદુખ રાખીને તેને ફોન કરીને કહ્યું હતું કે, “હું ભૂલી ગયો નથી” અને સરા ચોકડી પાસેથી વેપારી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં તેઓને ઊભા રાખીને જશપાલસિંહ ઝાલાએ કહ્યું હતું કે, “તને ઉપાડી જવાનો જ છે અને પતાવી દેવો છે” આમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓમા રોશની લાગણી ફેલાઈ હતી અને આજે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઑ દ્વારા હળવદ પોલીસે તેમજ મામલતદારને આવેદનપત્ર આપીને હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને ધમકી આપનારા ખંડણીખોર શખ્સની સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં નહિ આવે ત્યાં સુધી હળવદ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઑને સમજાવવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે, ખાંડણીખોર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામા આવશે તેવું  યાર્ડના વેપારીઓએ જણાવ્યુ છે






Latest News