વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ: મોરબીમાંથી 150 લિટર દેશી દારૂ સાથે મહિલા પકડાઈ
ટંકારામાં ભૂંડ પકડવા માટે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ ઝાપટો મારી
SHARE
ટંકારામાં ભૂંડ પકડવા માટે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ ઝાપટો મારી
ટંકારાની લતિપર ચોકડી પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ભાઈ સાથે અગાઉ ભૂંડ પકડવા બાબતે બોલાચાલી થયેલ હતી તેનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તેનું બાઇક ઉભું રખાવીને યુવાન સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને બાદમાં યુવાનને ઝાપટો મારવામાં આવી હતી તેમજ તેના બાઈકમાં નુકસાન કરવામાં આવ્યું હતું જેથી યુવાનના ભાઈએ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ટંકારામાં આવેલ જમજમનગર સોસાયટી સરદાર સ્કૂલ પાસે રહેતા કલ્લુસિંગ ઉર્ફે સતપાલસિંગ કમલસિંગ બાવરી (24)એ હાલમાં મખનસિંગ મહેન્દ્રસિંગ બાવરી, ક્રિપાલસિંહ મહેન્દ્રસિંગ બાવરી અને ભગવતસિંગ મહેન્દ્રસિંગ બાવરી રહે. બધા સરદાર સોસાયટી ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ભૂંડ પકડવા બાબતે અગાઉ મખનસિંગ બાવરી સાથે તેને બોલાચાલી થયેલ હતી જે બાબતે ફરિયાદીએ ત્યારે પોલીસમાં અરજી કરી હતી તે આરોપીને સારું નહીં લાગતા ત્રણેય શખ્સોએ ફરિયાદીનો ભાઈ ગુરમુખસિંગ બાઈક નંબર જીજે 4 ડિક્યું 8075 લઈને ટંકારાની લતીપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ત્રણથી ચાર ઝાપટો મારી હતી અને તેના બાઈકમાં નુકસાની કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
સ્પાના માલિક સામે ગુનો નોંધાયો
મોરબીના સનાડા રોડ ઉપર આવેલ રાધે કોમ્પલેક્ષના ફર્સ્ટ ફ્લોર ઉપર રોયલ ક્રિસ્ટ ડે સ્પા આવેલ છે અને તે સ્પાની અંદર કામ કરતા કર્મચારીઓના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં તેના માલિક દ્વારા આપવામાં આવેલ ન હતા જેથી કલેકટરના જાહેરનામાના ભંગનો સ્પાના માલિક મહેન્દ્રલાલ ઉર્ફે વીકી બિરબલલાલ રાવત (33) રહે. હાલ વાવડી રોડ ઉમિયા પાર્ક મોરબી મૂળ રહે ઉત્તરાખંડ વાળા સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.