ટંકારામાં ભૂંડ પકડવા માટે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ ઝાપટો મારી
મોરબી-માળીયા હાઈવે પર રામગઢના પાટીયા પાસે અકસ્માત: પાંચ વૃધ્ધો સારવારમાં
SHARE
મોરબી-માળીયા હાઈવે પર રામગઢના પાટીયા પાસે અકસ્માત: પાંચ વૃધ્ધો સારવારમાં
મોરબીના માળીયા હાઈવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં પાંચેક લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માતના આ બનાવમાં કાનાભા આલાભા ગઢવી (81) રહે. મધુવન સોસાયટી ત્રાજપર પાસે મોરબી-2, ભલાભાઈ આલાભાઈ જામંગ ગઢવી (65) રહે. ખડીયાવાસ લીલાપર રોડ, રાણાભાઈ આલાભાઈ ગઢવી (76) રહે. ખડીયાવાસ, દિલાભાઈ નારણભાઈ ગઢવી (62) રહે. વીસીપરા અને જીલુભા ગઢવી (62) રહે. યમુનાનગર નવલખી રોડને ઈજાઓ થતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે ખસેડીયા હતા. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એલ.આર. ચૌહાણે તપાસ કરી હતી. માળીયા હાઈવે રામગઢના પાટીયા પાસે અકસ્માત બનાવ બન્યો હતો.
યુવાન સારવારમાં
મોરબીના પીપળી ગામ પાસેના સદગુરૂ સ્ક્રેપ નજીક રહેતા રાજેશભાઈ કેકડીયા બોલેરો કારમાંથી નીચે પડી જતા ઈજા પામેલ હોય તેને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.
જયારે છાત્રાલય રોડે બાઈકમાંથી નિચે પડી જતા હસમુખરાય નીમચંદભાઈ મહેતા (82) રહે. પંચવટી સોસાયટી શનાળા રોડને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. પંચાસર રોડ ગીતા ઓઈલ મીલ નજીક રહેતા તાનીયાબેન તૌફીકભાઈ શેખ નામની 22 વર્ષીય યુવતી તેઓના ઘેર કોઈ કારણોસર ફિનાઈલ પી ગયેલ હોય સારવાર માટે સિવિલે ખસેડાયેલ. જેથી એ ડીવીઝન પોલીસ મથકના ડી.એ. જાડેજાએ નોંધ કરી તપાસ કરી હતી.
હળવદ રોડ ઉંચી માંડલ પાસેની સીરામીક કંપનીના કવાટરમાં રહેતો અભિષેક રામશંકર યાદવ (24) નામનો યુવાન પણ ફિનાઈલ પી જતા તેને પણ સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.
મારામારીમાં ઈજા
મોરબી સર્કીટ હાઉસની પાસે લાકડી વડે થયેલ મારામારીમાં ઈજા થતા રાજેશ ભુદરભાઈ (45) રહે. જેતપરને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જયારે બેલા ગામે ખોખરા હનુમાન મંદિર પાસે દવા પી જતા સુખરામ કૈલાશભાઈ નામના 30 વર્ષના યુવાનને સિવિલે ખસેડાતા તાલુકા પોલીસ મથકના સબળસિંહે નોંધ કરી તપાસ કરી હતી.
ઘુંટુ ગામના બ્રીજ નજીક બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામેલ ગાંડાભાઈ લાભુભાઈ ડાભી (57) રહે. સાપકડા તા. હળવદને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. નવલખી રોડ વિજયનગર વિસ્તારમાં રહેતા રાજુ રમેશભાઈ આંત્રેસીયા નામના 22 વર્ષના યુવાને ઘરે કબાટમાં માથુ અથડાવતા સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો. હળવદના રણછોડગઢ ગામે ઘરેથી બાઈકમાં બેસીને વાડીએ જઈ રહેલા વજીબેન મનસુખભાઈ નામના મહિલા વાહનમાંથી નીચે પડી જતા સારવાર માટે લઈ જવાયા હતા.
જયારે બાઈક લઈને જઈ રહેલા ધર્મેન્દ્ર પ્રભુભાઈ બાવરવા (40) રહે. વૈભવનગર શનાળા રોડના બાઈકને અજાણી કારના ચાલકે હડફેટ લેતા ધર્મેન્દ્રભાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમજ માળીયા હાઈવે ટીંબાવાળી મેલડી માતા મંદિર નજીક બાઈક સ્લીપ થઈ જતા શૈલેષભાઈ ભુદરભાઈ વિડજા (46) રહે. ખોડીયાર સોસાયટી ઈન્દીરાનગર સામાકાંઠે મોરબી-2ને સારવારમાં લઈ જવાયા હોય પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી તપાસ કરી હતી