મોરબી-માળીયા હાઈવે પર રામગઢના પાટીયા પાસે અકસ્માત: પાંચ વૃધ્ધો સારવારમાં
મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને પાંચ શખ્સોએ ધારિયા વડે મારમારીને યુવાન સહિત બે વ્યક્તિને આપી ધમકી
SHARE
મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને પાંચ શખ્સોએ ધારિયા વડે મારમારીને યુવાન સહિત બે વ્યક્તિને આપી ધમકી
મોરબીના શનાળા ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ પાસેથી પસાર થયેલા યુવાન સાથે અગાઉ થયેલ જૂની અદાવતનો ખાર રાખીને તેને ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ તેના ઘર પાસે જઈને યુવાન તથા અન્ય એક વ્યક્તિ આમ કુલ બે વ્યક્તિને લોખંડના ધારિયા વડે ખભા ઉપર તથા શરીરે મારમારીને ઈજા કરવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં સારવાર લીધા બાદ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં રહેતા શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા (32) એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજયસિંહ વિજયસિંહ જાડેજા રહે, સરવડ, પાર્થરાજસિંહ ભગીરથસિંહ ગોહિલ રહે. હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા મોરબી, કૃષ્ણરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે. રાધે કૃષ્ણ સ્કૂલ સામે મોરબી, રવિ બહાદુરસિંહ ઝાલા રહે. રાધે કૃષ્ણ સ્કૂલ પાસે મોરબી અને ઉર્વરાજસિંહ રહે. હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, અજયસિંહ અને પાર્થરાજસિંહ સાથે જૂની અદાવત હોય જે બાબતનો ખાર રાખીને અજયસિંહે ફરિયાદીને ધમકી આપી હતી. ત્યાર બાદ પાર્થરાજસિંહ અને કૃષ્ણરાજસિંહ એકટીવામાં ફરિયાદી પાસે આવ્યા હતા અને તેને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ પાર્થરાજસિંહ અને કૃષ્ણરાજસિંહ ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં સાહેદ નૈમિષ ને પાર્થરાજસિંહે લોખંડના ધારીયા વડે માર મારીને ઇજા કરી હતી અને કૃષ્ણરાજસિંહે ફરિયાદીને પકડી રાખેલ અને રવિ ઝાલા તથા ઉર્વરાજસિંહે ફરિયાદીને ગાળો આપીને વારાફરતી ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ ફરીયાદીને લોખંડના ધારિયા વડે ખભાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









