મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને પાંચ શખ્સોએ ધારિયા વડે મારમારીને યુવાન સહિત બે વ્યક્તિને આપી ધમકી
મોરબીના ચાંચાવદરડા પાસે બનાવ : રાજસ્થાનથી ટ્રક લઈને રો-મટીરીયલ ખાલી કરવા આવેલ નાની ઉંમરના ડ્રાઇવરનું હાર્ટફેલથી મોત
SHARE
મોરબીના ચાંચાવદરડા પાસે બનાવ : રાજસ્થાનથી ટ્રક લઈને રો-મટીરીયલ ખાલી કરવા આવેલ નાની ઉંમરના ડ્રાઇવરનું હાર્ટફેલથી મોત
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના ચાંચાવદરડા ગામે આવેલ માઇક્રોન કંપનીની અંદર રો-મટીરીયલ લઈને રાજસ્થાનથી આવેલ ટ્રક ડ્રાઇવર ચા પીવા માટે બહાર ગયો હતો અને બહારથી પરત કારખાનામાં પોતાના ટ્રક તરફ જતો હતો ત્યારે અચાનક તે યુનિટના ગ્રાઉન્ડમાં પાર્કિંગમાં ઢળી પડ્યો હતો અને તેનું નાની ઉંમરે હાર્ટએટેકથી મોત નિપજયુ હતુ.પોલીસે ઉપરોક્ત બનાવની નોંધ રીને આગળની તપાસ શરૂ કરી છે.
માળીયા મીંયાણા પોલીસ મથકના પ્રભાતભાઈ ચાવડા પાસેથી મળતી માહિતી પ્રમાણે માળીયા મિંયાણાના ચાંચાવદરડા ગામના પાટીયા પાસે આવેલ ગ્રેસ માઇક્રોન નામના યુનિટના પાર્કિંગ ખાતે કોઈ કારણોસર રમેશકુમાર આદિસાલ ગુર્જર (૩૪) રહે.મહાનપુર અલવર રાજસ્થાન નામનો ટ્રક ડ્રાઇવર ઢળી પડ્યો હતો અને તેને બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.અહીં જોઈ તપાસીને તબીબ દ્વારા રમેશકુમાર આદિસાલ ગુર્જરને મૃત જાહેર કરાયો હતો.સિવિલના તબીબ દ્રારા પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા સ્ટાફના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ કરી હતી અને બાદમાં આ અંગે માળિયા પોલીસમાં જાણ કરાતા ત્યાંના સ્ટાફના પ્રભાતભાઈ ચાવડા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક રમેશકુમાર આદિસાલ ગુર્જર મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને તે રાજસ્થાનથી ટ્રકમાં રો-મટીરીયલ ભરીને ડ્રાઇવર તરીકે મોરબીના ચાંચાવદરડા ગામે ગ્રેસ માઇક્રોન ખાતે આવ્યો હતો અને અહીં પોતાનો ટ્રક યુનિટના પાર્કિંગમાં પાર્ક કર્યા બાદ બહાર ચા પીવા માટે ગયો હતો.અને ચા પીને પરત જ્યારે પોતાના ટ્રક તરફ જઈ રહ્યો હતો ત્યારે યુનિટના ગ્રાઉન્ડમાં તે અચાનક ઢળી પડ્યો હતો અને હાર્ટફેલ થઈ જવાથી તેનું મોત થયુ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
યુવતી સારવારમાં
મોરબીના નવાગામ ખાતે રહેતા પરિવારના નિશાબેન કાળુભાઈ જીંજવાડીયા નામની ૧૬ વર્ષની યુવતી કોઈ કારણસર ફીનાઇલ પી ગઈ હોય અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસ દ્વારા જણાવાયેલ છે.જ્યારે મોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે બાઇકની પાછળના ભાગે બેસીને જઈ રહેલ દિલુ મેથુભાઈ નામના ૧૪ વર્ષના સગીરને વાહન સ્લીપ થતા પડી જવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના નવલખી રોડ ખાખરાળા ગામ પાસે બાઈકમાંથી નીચે પડી જતા હંસાબેન અશ્વિનભાઈ કનજારિયા (૩૯) રહે.વજેપર મોરબી ને સારવાર માટે ખસેડાયા હતા.
મારામારીમાં ઇજા
મોરબીના બેલા ગામ પાસે ઓલિયન સિરામિક પાસે રહીને મજૂરીકામ કરતાં મનોજ રાજુભાઈ બાન્સકાર નામના ૨૭ વર્ષના યુવાનને યુનીટ પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના લખધીરપુર ખાતેથી બેભાન હાલતમાં બીમારી સબબ રાજુભાઈ રામમિલનભાઈ વિશ્વકર્મા નામના ૫૫ વર્ષના આધેડને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મોરબીના કંડલા બાયપાસ પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સંજય પોપટભાઈ ભોજવીયા (૨૩) તથા રૂત્વિક દિલીપભાઈ સાલાણી (૧૯) રહે.વીસીપરાને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબીના પંચાસર રોડ અર્જુન પાન પાસે કોઈ સાથે ઝઘડો થયા બાદ સામેના ઇસમ દ્રારા માથાના ભાગે ટાઈલ્સ મારી દેવામાં આવતા ત્યાં ઉભેલા ઓધવજીભાઈ લાલજીભાઈ નકુમ (૩૪) રહે.માધાપર વાડી વિસ્તાર પંચાસર રોડને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.









