મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની સગીરાએ ઘરમાં અણધાર્યું પગલું ભર્યું


SHARE











મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની સગીરાએ ઘરમાં અણધાર્યું પગલું ભર્યું

મોરબીના જોધપર નદી ગામે રહેતી સગીરાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા નંદલાલભાઈ ઠાકરશીભાઈ રાજપરાની દીકરી સંજનાબેન રાજપરા (17)એ ગઈકાલે કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના અમૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા

હળવદમાં ગોરી દરવાજા પાસે રહેતા કેસુબેન તળશીભાઇ કોળી (45) નામના મહિલા ઘરેથી પરશુરામ મંદિર તરફ દૂધ લેવા માટે જઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને ટક્કર મારતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીણામાં આવેલ માલાણી શેરીમાં રહેતા મેમુનાબેન સેફુદીનભાઈ માલાણી (29) નામની મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને નગરપાલિકા કચેરી પાસેથી પસાર થઈ હતી ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી તે પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News