મોરબીમાં પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા યોજાયેલ મેડિકલ કેમ્પનો 300થી વધુ દર્દીઓએ લાભ લીધો
મોરબીના શનાળા પાસેથી દારૂ ભરેલ રિક્ષા સાથે બે પકડાયા: 1.30 લાખનો મુદામાલ કબ્જે
SHARE
મોરબીના શનાળા પાસેથી દારૂ ભરેલ રિક્ષા સાથે બે પકડાયા: 1.30 લાખનો મુદામાલ કબ્જે
મોરબીના સનાળા ઘુનડા રોડ ઉપર કાચા રસ્તેથી પસાર થઈ રહેલ સીએનજી રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી દારૂનો જથ્થો મળી આવતા 400 લીટર દેશી દારૂ તથા રીક્ષા સહિત કુલ વળી 1.30 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે બે શખ્સની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી કરી હતી.
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સનાળાથી ઘુનડા તરફ જવાના રસ્તા ઉપર આવેલ શિવમ બંગ્લોઝની પાછળના કાચા રસ્તેથી પસાર થઈ રહેલ સીએનજી રીક્ષા નંબર જીજે 3 બીએક્સ 9328 ને રોકવામાં આવી હતી અને તે રીક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 80 હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા 50 હજાર રૂપિયાની કિંમતની રિક્ષા કુલ મળીને 1.30 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને પોલીસે આરોપી સન્ની શાંતિલાલ કડેવાર (32) રહે. સનાળા બાયપાસ લાયન્સ નગર મોરબી તથા મયુર મનસુખભાઈ લોરીયા (30) રહે. કંડલા બાઇપાસ તુલસી પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તે બંને સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વૃદ્ધ સારવારમાં
મોરબીના નાનીવાવડી ગામે રહેતા ધનજીભાઈ મગનભાઈ (60) નામના વૃદ્ધ ગામ પાસે બાઈકમાંથી પડી ગયા હતા જેથી તેઓને ઈજા થઈ હતી અને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
દવા પી લેતા સારવારમાં
મોરબીના માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં મસ્જિદ વાળી શેરીમાં રહેતા નગમાબેન ઈસ્માઈલભાઈ કુંભાર (32) નામની મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









