રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામ પાસે ૨૦થી વધુ કુંજ પક્ષીના મોત


SHARE







મોરબીના ચાંચાપર ગામ પાસે ૨૦થી વધુ કુંજ પક્ષીના મોત

મોરબીના ચાંચાપર ગામના સીમ વિસ્તારની અંદર લગભગ ૨૦થી વધુ કુંજ પક્ષીઓના મોત નિપજ્યા હતા જે બનાવની ગામના લોકોને જાણ થતાની સાથે જ આ બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ જે પક્ષીઓના મોત થયા છે તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં દર વખતે શિયાળા દરમિયાન બહારના પક્ષીઓ જુદા જુદા વિસ્તારમાં આવતા હોય છે. દરમિયાન જો વાત કરીએ મોરબી તાલુકાના ચાચાપર ગામની તો ચાચાપર ગામના સીમ વિસ્તારની અંદર ૨૦થી વધુ કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા જે અંગેની ગામના લોકો દ્વારા ગામના સરપંચના પતિ રમેશભાઈ ભીમાણીને જાણ કરવામાં આવતા રમેશભાઈ ભીમાણી તથા ગામના આગેવાનો સહિતના લોકો ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને મૃતક પક્ષીઓના મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News