મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખને દુષ્કર્મ-આઇટી એક્ટના કેસમાં ૧૦ વર્ષની સખત કેદની સજા: ૫.૨૦ લાખનો દંડ
SHARE
મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખને દુષ્કર્મ-આઇટી એક્ટના કેસમાં ૧૦ વર્ષની સખત કેદની સજા: ૫.૨૦ લાખનો દંડ
મોરબી જીલ્લામાં આવેલ શાળાની શિક્ષિકાએ વર્ષ ૨૦૧૮ માં જે તે સમયના મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ અને આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો અને જે તે સમયે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી આ કેસ મોરબીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલ દલીલો તથા પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા અને ૫.૨૦ લાખનો દંડ ફટકાર્યો છે.
આ કેસમાં ફરીયાદએ નોંધાવેલ ફરિયાદ શિક્ષિકાએ મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખ વિજયભાઈ સરડવા સામે ફરિયાદ નોંધાવેલ હતી અને તા. ૨૬/૦૧/૨૦૧૭ થી તા. ૨૮/૦૨/૨૦૧૮ દરમ્યાન વિજયભાઈ સરડવાએ ફરીયાદી સાથે મિત્રતા કેળવી હતી અને ફરિયાદીને લલચાવી-ફોસલાવીને પોતે પરણિત હોવા છતા પોતાની પત્ની સાથે છુટાછુડા કરી ફરીયાદી સાથે લગ્ન કરવાના ખોટા વાયદાઓ કર્યા હતા અને ફરીયાદીને રાજકોટ ખાતે ફલેટે લઈ જઈ અવારનવાર શરીર સંબંધ બાંધી બિભત્સ વિડીયો કલીપ ઉતારી લીધી હતી અને પોતાનું ધાર્યુ કરવા માટે ફરીયાદીને કહેતા તેણીએ ના પડી હતી જેથી ફરીયાદીના સગા સંબંધીઓમાં બિભત્સ વિડીયોગ્રાફસ, ફોટોગ્રાફસ તથા વોટસએપ મેસેજ મોકલી ફરીયાદીની સગાઈ તથા લગ્ન જીવનમાં ભંગાણ પડાવી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શિક્ષિકાએ ફરીયાદ વર્ષ ૨૦૧૮ માં નોંધાવેલ હતી જે કેસ મોરબીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મોરબી જિલ્લાના મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારીયા દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી વિજયભાઈ કેશવજીભાઈ સરડવા (૪૨) રહે. બોની પાર્ક ધરતી ટાવર, રવાપર મોરબી વાળાને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને ૫.૨૦ લાખનો દંડ કર્યો હતો અને તેમજ આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તો તે રકમ ભોગ બનેલ ફરિયાદી વળતર પેટે આપવા માટેનો હુકમ કર્યો છે અને જો આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો તે રકમ મેળવવા માટે ભોગ બનેલ ફરિયાદીએ વળતર મેળવવા માટે કોર્ટમાં અરજી કરીને કાર્યવાહી કરવાની રહેશે.
આ કેસની પોલીસ તપાસમાં આર.જે.ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર) તથા તેમના રાઇટર મહેન્દ્રસિંહ ઝાલા (એએસઆઇ) તથા સ્ટાફના વિજયભાઈ ચાવડા તથા ફતેસિંહ પરમારે કરેલ હતી.









