મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

દિલ્હીની કંપનીને મોરબીના જીયા કોર્પોરેશનને ૨૫ લાખ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE









દિલ્હીની કંપનીને મોરબીના જીયા કોર્પોરેશનને ૨૫ લાખ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ દ્રારા દિલ્હીની ઇંદીરા ગેસ એન્ડ પેટ્રોલ લી. કંપની પાસેથી જીયા કોર્પોરેશનના પ્રોપરાઈટર પાર્થકુમાર દિનેશભાઈ ફુલતરીયાને ૨૫ લાખ ૯ ટકાના વ્યાજ સાથે અને ૧૦ હજાર ખર્ચના સાથે ચુકવવા ગ્રાહક અદાલતે આદેશ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, ઇંદીરા ગેસ એન્ડ પેટ્રોલ કુ. દિલ્હીએ પાર્થકુમાર ફુલતરીયા પાસેથી ગેસ વ્યવસ્થીત આપવા શરતે ૨૫ લાખ ડીપોઝીટ લીધેલી હતી અને કંપનીના કહેવા પ્રમાણે વેરહાઉસીંગ ઓફિસ માટેની સ્પેસ પ્રોપેન ગેસ સ્ટોરેજ સપ્લાઈ સીસ્ટમ, સીલીન્ડર અને પ્રેસર રેગ્યુલેટર પાઇપો સહીત વિવીધ સુવિઘાઓ કરેલ હતી અને કંપનીએ કહ્યું હતું કે, ભારતમાં અન્ય કંપની જે ભાવે ગેસ આપે છે તે ભાવે આપશુ. જેથી પાર્થભાઈએ ૨૫ લાખ ડીપોઝીટ ભરેલ એક વખત કંપનીએ ટેન્ડરભરી માલ આપ્યો પછી આપવાનો બંધ કરી દીધો કોઇ પણ કારણો બતાવ્યા વગર આ વહેવાર કરેલ અને વારંવાર રજુઆત કરતા માલ આપેલ નહી તેથી પાર્થભાઈએ પોતાની ડીપોઝીટ પરત માંગેલ હતી પરંતુ તે પણ આપી ન હતી જેથી તેઓએ મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ હતો અને કોર્ટે ગેસ કંપનની સેવામાં ખામી હોઈ કંપનીએ પાર્થ ફુલતરીયાને ૨૫ લાખ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે અને ૧૦ હજાર ખર્ચના સાથે તા. ૨૯/૯/૨૦૨૫ થી ચુકાવાનો આદેશ આપેલ છે. તેવી માહિતી સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ અને મંત્રી રામભાઈ મહેતાએ જણાવ્યુ છે.




Latest News