મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE









મોરબીમાં પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પ્રમુખસ્વામી મહારાજના જન્મદિવસ નિમિત્તે મોરબી ખાતે ઝુલતા પુલ પાસે નવનિર્મિત મંદિર પરિસરમાં એક અદભુત રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વને સંસ્કૃતિના રક્ષણ માટે મંદિરોનું નિર્માણ અને શિક્ષણ, તબીબી સેવા તેમજ ભૂકંપ-પૂર જેવી હોનારતોમાં રાહત જેવા 162 થી વધુ સેવા કાર્યોની ભેટ આપી છે. હાલમાં આ સેવા પ્રવૃત્તિઓ મહંત સ્વામી મહારાજ દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે. આ સેવા યજ્ઞ અંતર્ગત, આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને રક્તદાન કર્યું હતું. ખાસ વાત એ હતી કે આ રક્તદાન કેમ્પમાં ભાઈઓ અને બહેનો ઉપરાંત 40 થી 60 વર્ષથી સતત રક્તદાન કરતા દાતાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ ધાર્મિક અને સામાજિક સેવાના કાર્યક્રમમાં રાજ્ય શ્રમ મંત્રી કાંતિલાલ અમૃતિયા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, અને આરએસએસ અગ્રણી ડો., જયંતીભાઈ ભાડેસિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ મોરબી મંદિર કોઠારી પૂજ્ય આત્મકિર્તીસ્વામી અને પૂજ્ય હરિસ્મરણસ્વામી ઉપસ્થિત રહ્યા હતા




Latest News