હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં અવારનવાર ઝડપાયેલા ત્રણ શખ્સો પાસા હેઠળ જેલ હવાલે
હળવદમાં વેપારીની આંખમાં મરચાની ભૂકકી છાંટીને લૂંટ ચલાવનાર બે શખ્સની ધરપકડ: લૂંટના રૂપિયાથી લીધેલ કાર સહિતનો મુદામાલ કબ્જે
SHARE
હળવદમાં વેપારીની આંખમાં મરચાની ભૂકકી છાંટીને લૂંટ ચલાવનાર બે શખ્સની ધરપકડ: લૂંટના રૂપિયાથી લીધેલ કાર સહિતનો મુદામાલ કબ્જે
હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા અને યાર્ડમાં વેપાર કરતાં વેપારી રોકડા રૂપિયા થેલામાં ભરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેને રસ્તામાં આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટીને રોકડા રૂપિયા ભરેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી અને 6.90 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે લૂંટ કરેલ રૂપિયામાંથી 5,11,800 ની રોકડ તથા લૂંટના રૂપિયાથી લીધેલી કાર અને લૂંટ માટે ઉપયોગમાં લેવામાં આવેલ ચોરી કરેલ બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓના રિમાન્ડ લેવા તજવીજ શરૂ કરી છે
મૂળ ટીકરના રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ રાણેકપર રોડ ઉપર આનંદ બંગલોઝ બ્લોક નંબર 68 ખાતે રહેતા અને યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતાં વેપારી રજનીકાંત ભીખાભાઈ દેથરીયા (44)એ અજાણ્યા બે શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે, ગત તા. 2 ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં તેઓ યાર્ડ ખાતેથી થેલામાં રોકડા 6.90 લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ નજીક અજાણ્યા બે બુકાનીધારી શખ્સો દ્વારા તેને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી અને ત્યારબાદ તેના બાઈક નંબર જીજે 36 એએમ 6142 ઉપર રાખેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી જે થેલામાં 6.90 લાખ રૂપિયા રોકડા ભરેલ હતા આ લૂંટ કરીને આરોપીઓએ નાસી ગયા હતા જેથી વેપારી યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી દરમિયાન પીઆઇ આર.ટી. વ્યાસ અને તેઓની ટીમ દ્વારા આ ગુનામાં આરોપી રાહુલ ઉર્ફે પીંગરો વિજયભાઈ હળવદિયા રહે. વીસીપરા અમરેલી રોડ ફુલછાબ કોલોની મોરબી તથા કિશન મોતીભાઈ પરસાડીયા રહે. દલવાડી સર્કલ પાસે મચ્છોનગર હનુમાનજી મંદિર નજીક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તે બંને પાસેથી લૂંટમાં ગયેલ રોકડ પૈકી 5,11,800 ની રોકડ તેમજ લૂંટના રૂપિયાથી ખરીદી કરેલ આઈ 20 કાર નંબર જીજે 27 એએચ 2440 અને લૂંટના ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લીધેલ ચોરી કરેલ બાઈક નંબર જીજે 6 એઆર 2534 પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને હાલમાં પકડાયેલા બંને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે









