મોરબીના જલારામ મંદિરે યોજાયેલ કેમ્પનો ૩૦૫ દર્દીઓએ લાભ લીધો
SHARE
મોરબી જલારામ ધામ ખાતે દોશી હાકેમચંદ કેશવલાલ (હ.લલીત ભાઈ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૦૫ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધી ના ૫૧ કેમ્પ માં કુલ ૧૪૪૦૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ગુરુવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૦૫ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૪૩ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી આ કેમ્પ દોશી હાકેમચંદ કેશવલાલ (હ.લલીતભાઈ) પરિવાર ના સહયોગથી યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી સહિત તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી.









