મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાની શ્રી રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના નિવૃત શિક્ષિકાનો અનોખો સેવાયજ્ઞ


SHARE









મોરબી તાલુકાની શ્રી રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના નિવૃત શિક્ષિકાનો અનોખો સેવાયજ્ઞ

મોરબી તાલુકાનાં શ્રી રોટરીગ્રામ (અ.) પ્રા. શાળામાં વીસ વર્ષની નોકરી કરી નિવૃત્ત થયેલ મદદનીશ શિક્ષિકા કંચનબેન બોડા આજે પણ બાળકો અને ગામલોકો સાથે અપાર લાગણીથી જોડાયેલા છે. અને શાળામાં હાલ બે શિક્ષકો પ્રસંગોપાત રજા ઉપર હોય અને શિક્ષકોની ઘટ હોય નાના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે બાળકોને ભણાવવા શાળામાં હાજરી આપી વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવે છે. ઉલેખનીય છે કે, કંચનબેનનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આખું ગામ જોડાયું હતું. કંચનબેન બોડા તરફથી આજુબાજુની પાંચ શાળામાં અભ્યાસ કરતા  ગરીબ અને મજૂર વર્ગના ત્રણસો જેટલા બાળકોને સ્કુલબેગ આપીને માનવતા મહેકાવી હતી. સાથે સાથે બાળકોને અભ્યાસકાર્યમાં ઉપયોગી થાય તેવી શૈક્ષણીક વસ્તુઓ મળી રહે તે માટે શાળામાં   રામહાટ ચાલુ કરાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શ્રીમતી કંચનબેન બોડા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણીભાઈ સરડવાના ધર્મપત્ની છે. અને કંચનબેન બોડાની નિવૃત્તિ બાદની શૈક્ષણીક સેવાને મોરબીના પ્રાથમિક શિક્ષક અને શિક્ષણ પરિવારે બિરદાવી છે.




Latest News