રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નવયુગ BCA-B.Sc કોલેજ દ્વારા ગીતા જયંતી અને નર્સિંગ વિભાગ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે કાર્યક્ર્મ યોજાયો


SHARE







મોરબી નવયુગ BCA-B.Sc કોલેજ દ્વારા ગીતા જયંતી અને નર્સિંગ વિભાગ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે કાર્યક્ર્મ યોજાયો

નવયુગ કોલેજના BCA વિભાગ દ્વારા ગીતા જયંતી નિમિત્તે સકારાત્મક અને આધ્યાત્મિક વાતાવરણમાં ગીતા જયંતી ઉજવાઈ હતી અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ગીતાના મૂળ તત્ત્વો અને સારને સર્જનાત્મક રીતે રજૂ કર્યા હતો. ત્યારે પોસ્ટરો તૈયાર કરીને કર્મ કરો, ફળની ચિંતા ન કરો”, “યોગઃ કર્મસુ કૌશલમ્”, “જ્યારે મન નિશ્ચિત થાય ત્યારે સફળતા નિશ્ચિત છેજેવા પ્રેરણાદાયી સૂત્રો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ ગીતા વિષે સંક્ષિપ્ત વક્તવ્ય આપી, આજના ડિજિટલ યુગમાં ગીતાના ઉપદેશો જીવનમાં કેવી રીતે ઉપયોગી બની શકે તે સમજાવ્યું હતું અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. અંતમાં વિદ્યાર્થીઓએ ગીતાના માર્ગદર્શક સૂત્રોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. આવી જ રીતે B.Sc વિભાગ દ્વારા અનોખી ગીતા જયંતી ઉજવણી કરીને સિનિયર વિદ્યાર્થીઓએ ગીતામાં જણાવાયેલા જીવનમૂલ્યો અને ગીતાનો ટૂંકો સાર પોતાના વિચારો સાથે લખીને જુનિયર વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપ્યો હતો. જયારે નર્સિંગ વિભાગ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોલેજના વિદ્યાર્થીઓએ વીરપર તેમજ લજાઈ ગામ અને PHC સેન્ટર ખાતે નાટક દ્વારા એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવી હતી આ નાટકમાં એઇડ્સના કારણો, નિવારણ, સારવાર અને ગેરમાન્યતાઓ અંગે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. સાથે એઇડ્સ દર્દીઓ પ્રત્યે ભેદભાવ ન રાખવાનો માનવતાપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.






Latest News