રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિચરતી વિમુક્ત જાતિના પ્રશ્નોનો નિકાલ કરવા આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ


SHARE







મોરબી જિલ્લામાં વિચરતી વિમુક્ત જાતિના પ્રશ્નોનો નિકાલ કરવા આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને અધિક કલેકટર શિવરાજસિંહ ખાચરની ગુજરાત સરકારના સામાજિક ન્યાય સમિતિના સદસ્ય કાંતિભાઈ પરમારની આગેવાનીમાં રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા વિચરતી વિમુક્ત જાતિની ટીમના પ્રમુખ સુરેશભાઈ શિરોહિયા, ઉપપ્રમુખ વસંતલાલ વ્યાસ, સહમંત્રી અજયભાઈ વાઘાણી, સદસ્ય ગુલાબગીરી અને નારસિંગ સરદાર હાજર રહ્યા હતા. આ મુલાકાતમાં કલેકટરને મોરબી જિલ્લાના પડતર પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં જે વિચરતી વિમુક્તિ જાતીને લાભ મળતા હોય એના વિશે ઘટતું કરવા ચર્ચાઓ કરી હતી. તેમજ જીલ્લા પોલીસવડા મુકેશભાઈ પટેલ તેમજ ડીવાયએસપી દલવાડી અને ડીવાયએસપી સારડાની શુભેચ્છા મુલાકાત કરી હતી. અને વિચરતી વિમુક્ત જાતિના મોરબી જિલ્લાના પ્રશ્નોનો નિકાલ કરવા રજૂઆત કરવામાં આવી હતી.






Latest News