હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રીવાયડિંગની દુકાનમાંથી 1.98 લાખના મુદામાલની ચોરીના ગુનામાં રાજકોટના બે શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાં રીવાયડિંગની દુકાનમાંથી 1.98 લાખના મુદામાલની ચોરીના ગુનામાં રાજકોટના બે શખ્સની ધરપકડ

મોરબી નજીક આવેલ પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં રીવાયડિંગની દુકાનને નિશાન બનાવીને ત્યાંથી 280 કિલો નવો કોપર વાયરઅન્ય સો કિલો નવો વાયર, 60 કિલો કોપર વાયરનો ભંગાર, 12 ઇલેક્ટ્રીક મોટર તેમજ ટ્રાન્સફોર્મર તથા સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિત કુલ મળીને 1.98 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં એલસીબીની ટીમે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે અને કુલ મળીને 64700 નો મુદામાલ કબ્જે કરેલ છે.

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલો પાછળ ગજાનંદ પાર્ક તુલસીશ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા મનીષભાઈ રામજીભાઈ મેરજા (40)એ અજાણ્ય શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં દુકાન નંબર-4 માં ન્યુ પટેલ રીવાઇડીંગ નામની તેઓની દુકાન આવેલી છે તેને તસ્કરે નિશાન બનાવી હતી અને દુકાનનું શટર ઉચ્ચકાવીને નીચેથી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાર બાદ દુકાનમાંથી ઈલેક્ટ્રીક મોટર રીપેરીંગ માટે રાખવામા આવેલ 280 કિલો નવો કોપરનો વાયર, સબમર્સીબલ મોટરનો નવો 100 કિલો વાયર, કોપર વાયરનો 60 કિલો ભંગાર, 12 ઈલેક્ટ્રીક મોટરની બોડી, એક ઈલેક્ટ્રીક પાવર ટ્રાન્સફર કરવા માટેનું ટ્રાન્સફોર્મર, દુકાનમાં લગાવે સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર આમ કુલ મળીને 1,98,200 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી ભોગ બનેલ વેપારીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી

જે ગુનાની તપાસ સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી તેવામાં એલસીબીની ટીમને મળેલી બાતમી આધારે મોરબીના ધરમપુર રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની જૂની નંબર પ્લેટ વગરની છકડો રીક્ષા ત્યાંથી પસાર થઈ રહી હતી જે રીક્ષાને રોકીને પોલીસ દ્વારા રિક્ષાને ચેક કરવામાં આવતા રિક્ષામાંથી 100 કિલો તાંબાનો વાયર મળી આવ્યો હતો જેથી 39,700 રૂપિયાની કિંમતનો વાયર તથા 25,000 રૂપિયાની રીક્ષા આમ કુલ મળી 64,700 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આરોપી સંજય ઉર્ફે અભલો ગીરીશભાઈ સોલંકી તથા સંજય ઉર્ફે સંજલો શંભુભાઈ ડાભી રહે. બંને રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને બંને આરોપીઓને આગળની તપાસ માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News