મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર નજીક પેપર મિલના મશીનમાં પડી જવાથી યુવાનનું મોત


SHARE









મોરબીના લીલાપર નજીક પેપર મિલના મશીનમાં પડી જવાથી યુવાનનું મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મિલમાં કામગીરી દરમિયાન મશીનમાં પડી જતા યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રાધેશ્યામ પેપર મીલના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો વિવેક જમાહિરલાલ ચમાર (19) નામનો યુવાન ગઈકાલે સવારે 10:15 વાગ્યાના અરસામાં કારખાનામાં મજૂરી કામ કરી રહ્યો હતો ત્યારે મશીનમાં પડી જવાના કારણે તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના સનાળા ગામે રહેતો સંદીપ મહેશભાઈ ડાંગર (28) નામનો યુવાન કોઇ કારણોસર બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે ફીનાઇલ પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધા સારવારમાં

માળીયાના વર્ષામેડી ગામે રહેતા રહેમતબેન હકીમભાઇ જત (61) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે વવાણીયા નજીક કાસમપીરની દરગાહ પાસે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News