રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને રિક્ષા અને બાઇક ચાલકને હડફેટે લઈને બંનેનું મોત નિપજાવનાર ઓડી ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક અકસ્માત સર્જીને રિક્ષા અને બાઇક ચાલકને હડફેટે લઈને બંનેનું મોત નિપજાવનાર ઓડી ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના કેનાલ રોડ ઉપરથી થોડા દિવસો પહેલા વૃદ્ધ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા અને આધેડ રીક્ષા લઈને પસાર થયા હતા ત્યારે ઓડી કારના ચાલકે તે બંને વાહનને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને તે બંનેના વાહનોમાં પણ નુકસાની થયેલ હતી જો કે, ઇજા પામેલા બંને વ્યક્તિના સારવાર દરમ્યાન મોત નિપજાયા હતા જેથી હાલમાં મૃતક આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઓડી ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના કેનાલ રોડ ઉપર તા 3/12 ના રોજ સવારે 11 વાગ્યે ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમા ઓડી ગાડીના ચાલકે બાઈક અને રિક્ષાને હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા થયેલ હતી જેમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ અમીધારા એપાર્ટમેન્ટની પાછળ રાધે પાર્ટી પ્લોટ પાસે રહેતા મહાદેવભાઇ રણછોડભાઈ મારવાણીયા (67)ના બાઇક નં. જીજે 3 ડિક્યું 2321 ને હડફેટે લેતા તેઓને ઈજા થઈ હતી અને બાઈકમાં નુકશાન થયું હતું આ બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દાઉદ શેરી નં-3 માં રહેતા કુરબાનભાઈ પીરભાઈ સુરાણી (55) નામના આધેડ પોતાની રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 0730 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની રિક્ષાને હડફેટે લીધી હતી જેથી રિક્ષામાં નુકશાન થયું હતું અને કુરબાનભાઈને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી ત્રિપલ અકસ્માતના બનાવમાં સંદર્ભે હાલમાં મૃતક કુરબાનભાઈના પત્ની મેરૂબેન કુરબાનભાઈ સુરાણી (40) રહે. રવાપર રોડ દાઊદી પ્લોટ- ૩ મોરબી વાળાએ હાલમાં ઓડી કાર નંબર જીજે 1 કેજેડ 6827 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News