મોરબીના શાંતિવન વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
મોરબીના ઢુવા પાસે સામસામે બાઇક અથડાતા બે યુવાન સારવારમાં
SHARE
મોરબીના ઢુવા પાસે સામસામે બાઇક અથડાતા બે યુવાન સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામ પાસેના ક્રિષ્ના પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં કેતનભાઇ રાઠોડ (૨૫) રહે. વાંકાનેર તેમજ રાજેશ અમરસિંગ (૩૦) રહે.મારૂતિ મિનરલ રાણેકપર વાંકાનેરને અત્રે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જે પૈકી કેતનભાઇ રાઠોડને વધુ ઇજાઓ થયેલ હોય તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છ.બનાવ સંદર્ભે સ્ટાફના ડી.એ.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
મહિલા સારવારમાં
મોરબીના વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા રૂકસાનાબેન અજીતભાઈ પીંજારા નામના ૩૨ વર્ષીય મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હોય સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવને પગલે નોંધ થતા બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ ગળચર દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના હળવદ રોડ તળાવીયા શનાળાથી ઉંચી માંડલ જતા રસ્તે સીરામીક યુનિટના ક્વાટરમાં કોઈ કારણસર પડી જતા સંજીવ શિવનાથ શર્મા (૩૭) રહે.ઉમા ટાઉનશીપની પાસે મોરબી-૨ નામના યુવાનને ઇજા થતા સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે માળિયા મિંયાણાના પીપળીવાસ વિસ્તારમાં રહેતા જાનબાઈ અભરામભાઈ મોવર નામના ૮૯ વર્ષના વૃદ્ધા ઘર પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી ગયા હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તેમજ વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતા ઉસ્માનભાઈ વલીભાઈ માણસીયા નામના ૮૨ વર્ષના વૃદ્ધની તેઓના ઘરે તબિયત લથડી જતા ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
મોરબીના શનાળા રોડ ટીવીએસ ના શોરૂમ પાસે બાઈક પાછળથી નીચે પડી જતા કલ્પેશ મૂળજીભાઈ કૂંડારીયા (૪૨) રહે.૫૦૩-સ્વાગત એપાર્ટમેન્ટ ટીવાએસના શોરૂમ પાસે શનાળા રોડ મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા અંબાબેન પરસોતમભાઈ દેથરીયા નામના ૮૩ વર્ષના વૃદ્ધા મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર ફ્લોરા-૧૦૮ ની સામેથી જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન સાથે અકસ્માત બનાવમાં ઈજા થતાં તેમને સાગર હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવીને બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના માધાપરા શેરી નંબર-૨૨ માં રહેતા રાજેશભાઈ સવજીભાઈ પીપળીયા નામના ૨૩ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.મોરબીના નવલખી રોડ સેંટ મેરી સ્કૂલ પાસે થયેલ મારામારીના આ બનાવમાં રાજેશભાઈને પગ અને થાપાના ભાગે ઇજાઓ થઈ હોય સિવિલે સારવાર માટે લવાયા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી









