મોરબીના શાંતિવન વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના શાંતિવન વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
૬ ડિસેમ્બર ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે, મોરબીના શાંતિવન વિસ્તારમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શાંતિવન પ્રાથમિક શાળા પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ડો. બાબાસાહેબને ભાવભીની અંજલિ અર્પણ કરી હતી. આ તકે શાંતિવન, લાયન્સનગર, રણછોડનગર, વિજયનગર, ભીમરાવનગર, રોહિદાસપરા અને આસપાસના વિસ્તારોના લોકોએ એકસાથે આવીને ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન, કાર્યો અને સંદેશને યાદ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને પોતાના જીવનમાં ઉતારવા અને તેમના દ્વારા સ્થાપિત મૂલ્યોનું જતન કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રમેશભાઈ ચાવડા, સુખાભાઈ મકવાણા અને ભરતભાઈ સાગઠીયા સહિત વિસ્તારના અગ્રણીઓએ સક્રિય ભાગ લીધો હતો.









