મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ


SHARE









મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ

એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 અભયમા મહિલા હેલ્પલાઇન મા ફોન કરી જણાવેલ કે મોરબી સી.ટી વિસ્તારમાં એક પીડિત મહિલા એકલા રસ્તા પર બેઠા છે તકલીફમાં દેખાય છે અને કાંઈ બોલતા નથી તેમની મદદ માટે 181 ની જરૂર છે.

જેને પગલે 181ના કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા પો.કોન્સ્ટેબલ શારદાબેન પાયલોટ રસિકભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્યાંના લોકોએ જણાવેલ કે મહિલા એકલા રસ્તા પાસે બેઠા હતા અને રડતા હતા ત્યારબાદ સૌ પ્રથમ 181 ટીમ દ્વારા મહિલા ને સાંત્વના આપી ધીરજ સાથે કાઉન્સેલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેઓ  તેમના પતિ સાથે અલગ રહે છે પતિ સાથે ઝઘડો થયેલ તેથી પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય મહિલા પાસે થી તેમના ઘરનું સરનામું મેળવી તેમના ઘરે ગયેલ તેમના પતિ સાથે વાતચીત કરતા જણાવેલ  તેમની પત્ની ને થોડા વર્ષ થી માનસિક રીતે બિમાર હોવાથી ઘરેથી અવાર- નવાર નીકળી જાય છે તેમની સારવાર પણ ચાલુ છે આજ રોજ મહિલા એ ભુવા પાસે દોરા ધાગા કરાવવા જવાનુ કહેલ પતિએ ના પાડેલ અને ઝઘડો થયેલ હતો ત્યારબાદ 181 ટીમે ખોટી અંધશ્રદ્ધા મા ન માનવા બાબતે તેમજ ડોક્ટર ની સલાહ અનુસાર સારવાર કરાવવા લાબી સમજાવટ સાથે મહિલા તેમજ તેમના  પતિ ને સલાહ સૂચન માર્ગદર્શન આપેલ મહિલાના પતિ ને મહિલાનું ધ્યાન રાખવા સમજણ આપી અને રોજ ટાઈમ પર દવા આપવાનુ જણાવેલ તેમજ મહિલાએ પણ જણાવેલ કે હવે પછી તેમના પતિને કહ્યા વગર ક્યારેય નીકળશે નહીં.મહિલાને સહી સલામત તેમના પતિ સાથે મિલન કરાવનાર 181 ટીમનો આભાર વ્યક્ત કરી કામગીરી બિરદાવી હતી.




Latest News