મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી વકીલ મંડળના પ્રમુખપદે જીતુભા જાડેજા, સેક્રેટરી તરીકે જીતેન અગેચાણીયા ચુંટાયા


SHARE







મોરબી વકીલ મંડળના પ્રમુખપદે જીતુભા જાડેજા, સેક્રેટરી તરીકે જીતેન અગેચાણીયા ચુંટાયા

ગુજરાતભરના બાર એસો.ની જેમ મોરબી બાર એસોસીએશનની પણ આજે ચૂંટણી યોજવામાં આવી હતી જે ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ત્રણ લોકોએ અને અન્ય હોદાઓ માટે સભ્ય ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી જેની મતગણતરી બાદ પ્રમુખ તરીકે જીતેન્દ્રસિંહ આર.જાડેજા અને સેક્રેટરી તરીકે જીતેનભાઈ દિલીપભાઈ અગેચાણીયા બહુમતીથી ચુંટાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી વકીલ મંડળના પ્રમુખ તરીકે છેલ્લા બે વર્ષથી દીલીપભાઈ અગેચાણીયા કાર્યરત હતા કારણકે કોરોનાના કારણે ગઇ વખતે પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયા સહીતની બોડીની સમય મર્યાદા પુરી થતા કોરોનાને લીધે ચુંટણી યોજવાને બદલે જનરલ બોર્ડની મીટીંગ રાખવામાં આવી હતી.જેતે સમયે મીટીંગમાં સર્વાનુમતે એવો ઠરાવ થયેલ કે કોરોના મહામારીના પગલે ચુંટણી યોજવાને બદલે ચાલુ વર્ષે જે હોદેદારો ચુંટાયેલ છે તે આખી બોડીને આગામી વર્ષ માટે એટલે કે તા.૩૧-૧૨-૨૧ સુધી યથાવત રાખવી.જેથી સતત બીજા વર્ષે પણ મોરબી વકીલ મંડળના ચુંટાયેલ હોદેદારોમાં પ્રમુખ તરીકે દીલીપભાઈ અગેચાણીયા, ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ સરાડવા, સેક્રેટરી પદે મહીધરભાઈ દવે, જોઈન્ટ સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પારેખની અને કારોબારી સભ્યો તરીકે કલ્પેશ શંખેસરીયા, ધવલ શેરશીયા, ઉદયસિંહ જાડેજા તે તમામ હોદેદારોને હોદા ઉપર ચાલુ રાખવામાં આવ્યા હતા.તે હોદેદારોની ટર્મ આગામી તા.૩૧-૧૨-૨૧ એ પુરી થવાની હોવાથી મોરબી વકીલ મંડળની આજે તા.૧૭ મી ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ સભ્યો પૈકી ૩૨૦ જેટલા સભ્યોએ મતદાન કર્યું હતું.જેમાં પ્રમુખ તરીકે જીતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ ખુમાણ અને પી.ડી.માનસેતા એમ ત્રણ સભ્યોએ ઉમેદવારી કરી હતી જેમા મત ગણતરીના અંતે જીતેન્દ્રસિંહ જાડેજાને ૧૬૨ મત, અશોકભાઈ ખુમાણને ૧૪૪ મત અને પી.ડી.માનસેતાને ૬ મત મળ્યા હોય બહુમતીથી જીતેન્દ્રસિંહ જાડેજાની મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

જ્યારે ઉપપ્રમુખ પદ માટે સી.ડી.કારીયા અને ડી.પી.ઓઝા વચ્ચે ટકકર હતી જેમાં સી.ડી.કારીયાને ૧૭૦ મત અને ડી.પી.ઓઝાને ૧૨૯ મત મળ્યા હોય સી.ડી.કારીયાને ઉપપ્રમુખપદે વિજેતા જાહેર કરાયા હતા.તેમજ મહત્વના ગણાતા સેક્રેટરી પદ માટે પણ બે સભ્યોએ ઉમેદવારી કરી હતી જેમાં જે.ડી.અગેચાણીયાને ૨૦૩ મત અને બી.બી.હડીયલને ૧૦૪ મત મળ્યા હોય બહુમતીથી જીતેનભાઈ દિલીપભાઈ અગેચાણીયાને સેક્રેટરી પદે વિજેતા જાહેર કરાયા હતા. તે ઉપરાંત જોઇન્ટ સેક્રેટરી તરીકે ત્રણ ઉમેદવારો હતા જેમાં કે.આઇ.ભોરીયાને ૧૦૩ મત, જી.જે.છત્રોલાને ૯૭ અને અને વાય.જે.જાડેજાને ૮૫ મત મળ્યા હોય બહુમતીથી કે.આઇ.ભોરીયાને જોઇન્ટ સેક્રેટરી પદ માટે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. તે ઉપરાંત કારોબારી સભ્યો તરીકે એન.ટી.વાઘડિયા, કે.ડી.સંખેશરીયા અને ઉદયસિંહ આર.જાડેજાની વરણી કરવામાં આવી હોવાનું બાર એસો.ના ચુંટણી અધીકારી રાજેશભાઇ બદ્રકીયા, અશોકભાઇ સરડવા અને જે.એમ.પરીખ પાસેથી જાણવા મળેલ છે 






Latest News