મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા જૈન આધેડનું શંકાસ્પદ હાલતમાં મોત, મર્ડરની આશંકાએ તપાસ ચાલુ


SHARE













મોરબીના શનાળા રોડ ઉપર રહેતા જૈન આધેડનું શંકાસ્પદ હાલતમાં મોત, મર્ડરની આશંકાએ તપાસ ચાલુ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા જૈન આધેડ ઘરે એકલા હતા તેમના પત્ની-પુત્ર પ્રસંગ સબબ ગોવા ગયેલા હતા તે દરમિયાનમાં ગઈકાલે સાંજે આધેડને માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા અને તેઓનું મોત નિપજયુ હોય અને હાલ મોત શંકાસ્પદ જણાતા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની સામેની આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલભાઈ મહેતા નામના ૭૬ વર્ષીય જૈન વૃદ્ધ તેમના ઘરે એકલા હતા કારણકે તેમના પત્ની અને તેમનો પુત્ર કોઈ પ્રસંગ સબબ ગોવા ગયા હોય ઘરે એકલા રહેલા દિનેશભાઈ મહેતા એકલા હોય તેમના આસપાસના લોકોને તેઓનું ધ્યાન રાખવાનું કહ્યું હતું માટે પાડોશી દિનેશભાઇના ઘરે જતાં ગઈકાલ સાંજે છએક વાગ્યાના અરસામાં માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઈ મહેતા તેમના ઘરમાંથી મળી આવતા તેમને આડોશ પાડોશના લોકોએ ગઇકાલે સાંજે છએક વાગ્યે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને દરમિયાનમાં તેઓનું મોત નીપજયું હતું.

હાલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક દિનેશભાઈ મહેતાને માથાના ભાગે અને ગળાના ભાગે ઈજાનાં નિશાન જોવા મળ્યા છે હાલ બનાવ અકસ્માતે પડી જવાથી મોત થવાનો છે કે લૂંટના ઇરાદે કોઈ ઈસમ દ્વારા તેઓને બોથડ પદાર્થ ઝીંકીને દિનેશભાઇ મહેતાની હત્યા નિપજાવવામાં આવી છે..? તએ બંને દિશાઓમાં મોરબી સીટી એ-ડિવીઝન પીઆઇ આલના માર્ગદર્શન હેઠળ સ્ટાફે આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક દિનેશભાઈ મહેતા ઘરે એકલા હતા અને તેમના ઉપર કોઈના દ્વારા તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો એ પણ જાણવા મળી રહ્યું છે કારણ કે જાણવા મળતી વિગતો મુજબ તેમના આંગળીના ભાગે ઈજા છે તેમજ કપાળના ભાગે પણ ઇજાના નિશાન છે તેમજ ગળાના ભાગે ગળેટુંપો આપવામાં આવ્યો હોય તેવી પણ શકયતા જોવા મળી રહી હોય મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી તેઓના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

 






Latest News