મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી : એકલવાયા જીવનથી કંટાળી ગયેલ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE









મોરબી : એકલવાયા જીવનથી કંટાળી ગયેલ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત

સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા અને ખેતી કામ કરતા યુવાને એકલવાયા જીવનથી કંટાળીને દવા પી લીધી હતી જેથી તેનું મોત નિપજયુ છે.

મોરબી સીટી એ ડિનિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા અને ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા ભગવાનજીભાઈ ધનજીભાઈ ડાભી (૪૨) નામના સતવારા યુવાને એકલવાયા જીવનથી કંટાળી જઈને મોનોકોટો દવા પી લીધી હતી. જેથી તેને બેભાન હાલતમાં અહિંની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જોકે અહીં ટૂંકી સારવાર દરમિયાન ભગવાનજીભાઈ ડાભીનું મોત નિપજયુ હતું.મૃતકના ભાઈ અને માતા મોરબી ખાતે રહે છે. જ્યારે મૃતક કંકાવટી ગામે એકલા રહીને ત્યાં ખેતી કામ કરતા હતા જોકે આગળ પાછળ કોઈ ન હોય એકલવાયા જીવનથી કંટાળી ગયા હોય આ પગલું ભર્યું હતું અને તેમનું મોત નીપજેલ છે.મોરબી પોલીસે ઉપરોક્ત બનાવની ધાંગધ્રા પોલીસને જાણ કરી હતી.જેથી આગળની તપાસ ધાંગધ્રા પોલીસ દ્વારા ચલાવવામાં આવશે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેથી બાઇકમાં બેસીને જઈ રહેલા પુજાબેન સુનિલભાઈ આચાર્ય (૨૬) રહે.માર્કો વિલેજ સોસાયટી ઘુંટુ રોડ હરિઓમ પાર્ક સામે સામાકાંઠે મોરબી-૨ નામના મહિલાના વાહનને અજાણ્યા ટ્રક ચાલકે ઠોકર મારી હતી.જેથી થાપાના ભાગે ગંભીર ઇજાઓ સાથે ઇજાગ્રસ્ત પૂજાબેન નામના મહિલાને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તેમજ મોરબીના મકનસર ગામે વધુ પડતી દુખાવાની ટીકડીઓ ખાઈ જવાથી મોમજીભાઈ માવજીભાઈ દારોદરા નામના ૨૩ વર્ષના યુવાનને અત્રે મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા જેથી તાલુકા પોલીસ મથક ખાતે નોંધ થતા સ્ટાફના એ.એચ.પરમાર દ્વારા આ બાબતે નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસ દ્વારા જણાવેલ છે.

કાર વૃક્ષ સાથે અથડાઇ

મોરબીના મચ્છુ-૨ ડેમ જોધપર ગામ પાસે કાર વૃક્ષની સાથે અથડાઈ હતી.આ બનાવમાં પરસોતમ કુંવરજી વારેવડીયા (૫૬) રહે.સમથેરવા તા.વાંકાનેર, ભાણજીભાઇ જેરામભાઇ વારેવડીયા (૫૮) રહે.મકનસર, નાગજીભાઇ ખોડાભાઇ વારેવડીયા (૬૭) રહે.મકનસર અને ડાયાભાઈ લાલજીભાઈ વારેવડીયા રહે.થાનને ઇજાઓ થયેલ હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

મહિલા સારવારમાં

મોરબીના માળીયા હાઈવે ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા મનીષાબેન અનિલભાઈ ભાંભોર નામની ૨૩ વર્ષની મહિલા ટીંબડી નજીક કારખાનામાં કડિયા કામ કરતા હતા ત્યારે સીડી ઉપરથી પડી જતા ઇજા પામ્યા હોય તેમને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જ્યારે વાંકાનેર હાઇવે મકનસર ગામે રહેતા મેપાભાઇ વિસાભાઇ વેરાણા નામનો ૪૨ વર્ષનો યુવાન મકનસર પાસેથી પગપાળા જતો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News