મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારા પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપીની કરી ધરપકડ


SHARE









ટંકારા પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપીની કરી ધરપકડ

ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમમાં વાડીએ પાર્ક કરવામાં આવેલ બાઈકની ચોરી કરવાના ગુનામાં પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમમાં પ્રવીણભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિજયભાઈ અભલાભાઈ ઉર્ફે અભેસિંગ પલાસ (29)એ અજાણ્યા શખ્સની સામે થોડા દિવસો પહેલા વાહન ચોરીની ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, પ્રવીણભાઈ પટેલની વાડીમાં તેઓએ બાઈક નંબર જીજે 20 બીએચ 3021 પાર્ક કરીને મૂક્યું હતું જે 35,000 ની કિંમતના બાઈકની કોઈએ અજાણ્યા શખ્સે ચોરી કરેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં ટંકારા પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે બાઇક લઈને નીકળેલા શખ્સને રોકીને પોલીસે તેની પાસે રહેલા બાઈકના કાગળ માંગ્યા હતા જે તેની પાસે હતા નહીં જેથી કરીને ઇ ગુજકોપ પોકેટ કોપ એપ્લીકેશનથી સર્ચ કરવામાં આવતા આ શખ્સ પાસે રહેલ બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે મુકેશભાઇ અભેસંગભાઈ સંગાડા (25) રહે. હાલમાં રંગપર મોરબી વાળાની ચોરાઉ બાઇક સાથે ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે.

 

આધેડ સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી નજીકથી બાઈક લઈને જતા સમયે બાઇક સાથે ભૂંડ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં પ્રવિણસિંહ સજુભા રાણા (૫૪) રહે.દરબાર શેરી લટુડા તા.વઢવાણને ઈજા થઈ હોય તેઓને સામાકાંઠેની શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે મોરબીના કંડલા બાયપાસ આરટીઓના બ્રિજ પાસેના ખેતલાઆપા ટી સ્ટોલ નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં રાજદીપ જસાભાઈ મિયાત્રા (૨૫) રહે.યમુનાનગર શેરી નંબર-૨ નવલખી રોડને અત્રે સિવિલે સારવાર માટે ખસેડાયો હતો બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ બનાવની નોંધ કરી તપાસ કરી હતી.

વાહન અકસ્માત

મોરબીમાં બાઈક અને રીક્ષા વચ્ચે અથડામણ થતા ઇજા પામેલ રામજીભાઈ વાલજીભાઈ હડિયલ રહે.મીરા પાર્ક સોસાયટી, વાવડી રોડ મોરબીને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના એસપી રોડ આઇકોન રેસિડેન્સી નજીક બાઇક સહિત પડી જતા હિરજીભાઈ જેઠાભાઈ કુંડારીયાને ડાબા હાથે ફેક્ચર જેવી ઇજા થઈ હોય ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબી નગર દરવાજા પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવવામાં ઇજાગ્રસ્ત થયેલા મનસુખભાઈ રામજીભાઈ જોગીદાસ 62 રહે કુંભાર શેરી મોરબીને પણ ઇજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા.




Latest News