મોરબીના જીકિયારી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
હળવદના કવાડિયા ગામે ઘરમાંથી પ્રતિબંધિત 48 ચાઈનીઝ ફીરકીઓ મળી, આરોપીની શોધખોળ
SHARE
હળવદના કવાડિયા ગામે ઘરમાંથી પ્રતિબંધિત 48 ચાઈનીઝ ફીરકીઓ મળી, આરોપીની શોધખોળ
મકરસંક્રાંતિ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકતા જાહેરમાં પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે તેમ છતાં પણ ઘણી જગ્યાએ ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોય તેવું અગાઉ સામે આવ્યું છે તેવામાં હળવદના કવાડિયા ગામે રહેતા શખ્સનાં ઘરની અંદર પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત 48 ચાઈનીઝ ફીરકીઓ મળી આવી હતી જેથી 19,200 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો જો કે, આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કવાડિયા ગામે રહેતા વિપુલભાઈ કોળી નામના રહેણાંક મકાનની અંદર પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકીનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ઘરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ 48 ફીરકીઓ મળી આવી હતી જેથી કરીને પોલીસે 19,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિપુલભાઈ ઘનશ્યામભાઈ કોળી રહે. કવાડિયા તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
1200 લિટર આથો
માળીયા મીયાણાની માલાણી શેરીમાં રહેતા ફારુક દિલાવર જેડાના કબજા વાળા મકાનની ઓરડીમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1200 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 30 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી હનીફભાઈ અબ્બાસભાઈ ભટ્ટી (25) રહે. કાજરડા તાલુકો માળીયા વાળો મળી આવ્યો હતો જો કે, ફારુકભાઈ દિલાવરભાઇ જેડા રહે. જેડાવાસ માળિયા વાળો હાજર ન હોવાથી હાલમાં બંને શખ્સોની સામે ગુનો નોંધીને આરોપી ફારુકભાઈ જેડાને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.









