મોરબી નજીક હોટલના ગ્રાઉન્ડમાં ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતાં ડ્રાઈવરને ઇજા ક્લીનરનું મોત
મોરબીના જીકિયારી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
SHARE
મોરબીના જીકિયારી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
મોરબીના જિકિયારી ગામે રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ દરમિયાન તેનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જિકિયારી ગામે રહેતા શેરૂભાઈ કૈલાશભાઈ અજનારીયા (30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગત તા. 8/12 ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે સવારે 10:30 વાગ્યાના અરસામાં તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એલ.આર.ચૌહાણ ચલાવી રહ્યા છે અને મૃતક યુવાને કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.
યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ભાણજીભાઈ ડાભી (40) નામના યુવાનોનું મેલડી માતાજીના મંદિર પાસે પાછળથી કોઈ અજાણ્યા શખ્સે ગળુ દબાવી દેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર નળિયાના કારખાનામાં રહેતા દિનેશભાઈ બાબુભાઈ ભોજવિયા (42) નામનો યુવાન ટિંબડી પાટિયા પાસેથી બાઇક લઈને જતો હતો ત્યારે બાઇક આડે કૂતરૂ આવ્યું હતું જેથી બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.









