મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

થાનથી ફ્રેકચરનો પાટો બદલવા મિત્ર સાથે વાંકનેર આવતા યુવાનના બાઈકને ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા અકસ્માત


SHARE









થાનથી ફ્રેકચરનો પાટો બદલવા મિત્ર સાથે વાંકનેર આવતા યુવાનના બાઈકને ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા અકસ્માત

થાન વાંકાનેર રોડ ઉપર આવેલ કાછિયાગાળા ગામ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઇકને ટ્રેકટર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને શરીરે ગંભીર ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવમાં ઇજા પામેલા યુવાને સારવાર બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

થાનમાં નવાવાસ આંબેડકરનગર-4 વિટકો પોટરી ખાતે રહેતા અને મજૂરી કામ કરતા રસિકભાઈ દેવાભાઈ દેગડા (37)એ ટ્રેક્ટર નંબર જીજે 36 એએલ 8864 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓને જમણા પગમાં ફ્રેક્ચર થયેલ હોય પાટો બદલાવા માટે ફરિયાદના બાઇક ઉપર તેના મિત્ર કમલેશભાઈ સાથે વાંકાનેર તરફ આવી રહ્યા હતા દરમિયાન કાછિયાગાળા ગામ નજીક તેઓના બાઈક નંબર જીજે 13 એઇ 1675 ને ટ્રેકટરના ચાલકે હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને માથા, છાતી તથા ડાબા પગના ઢીંચણના ભાગે ગંભીર ઇજા થઈ હતી જો કે, તેના મિત્ર કમલેશભાઈને બંને હાથ, છાતી અને ડાબા પગમાં ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીમાં શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા નવીનભાઈ વજાભાઈ બારોટ (35) નામનો યુવાન લખધીરપુર રોડ પર દરિયાલાલ પ્લાઝા પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે રીક્ષા પલટી મારી જવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News