ભારે કરી: હળવદના રાતાભેર ગામેથી ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં 10 વર્ષે આરોપી પકડાયો
SHARE
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં 10 વર્ષે આરોપી પકડાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015 માં ત્રણ ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલ હતા જે ગુનામાં આરોપી નાસતો ફરતો હતો જે એમપીમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીને પકડી પડેલ છે અને 10 વર્ષ જૂના ચોરીના ત્રણ ગુનામાં પકડાયેલ આરોપીને હાલમાં તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015 માં ઘરફોડ ચોરીના 2 ગુના નોંધાયેલ હતા જે ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો હતો જે આરોપી જફરૂદીન કમરૂદીન મેવ રહે. જોતકાદર તાલુકો પહાડી રાજસ્થાન વાળાને પકડી પાડવા માટે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડના માણસો કાર્યરત હતા. દરમ્યાન આરોપી હાલમા રાજેશ ચૌહાણની વાડીએ ઇશારપુર શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર મધ્યપ્રદેશમાં હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસની એક ટીમ ત્યાં મોકલી હતી અને સ્થળ ઉપર રાજેશ ચૌહાણની વાડીએથી આરોપી મળી આવ્યા જુદાજુદા ચોરીના ત્રણ ગુનામાં 10 વર્ષથી નાસતા ફરતા આરોપીને ત્યાંથી પકડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે આ કામગીરી પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.









