થાનથી ફ્રેકચરનો પાટો બદલવા મિત્ર સાથે વાંકનેર આવતા યુવાનના બાઈકને ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા અકસ્માત
ભારે કરી: હળવદના રાતાભેર ગામેથી ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી
SHARE
ભારે કરી: હળવદના રાતાભેર ગામેથી ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી
વર્તમાન સમયમાં લોકોના રોકડ, દાગીના, વાહન, વસ્તુઓ વિગેરે સલામત નથી આટલું જ નહીં પરંતુ મંદિરોમાં ભગવાન પણ સલામત નથી તેવામાં હળવદના રાતાભેર ગામ પાસે વાડી વિસ્તારમાંથી જુદા જુદા ત્રણ વ્યક્તિઓની ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી કરવામાં આવેલ છે જેથી 1 લાખ રૂપિયાની કિંમતના અબોલજીવની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદના રાતાભેર ગામે રહેતા મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરિયા (37)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે અબોલજીવની ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાતાભેર ગામની સીમમાં જીઇબી પાસે તેઓની તથા અન્ય સાહેદોની વાડી આવેલ છે અને ફરિયાદીએ પોતાની વાડીએ એક ભેંસ અને એક પાડીને બાંધીને રાખ્યા હતા જે 40,000 ની કિંમતના બે અબોલજીવની ચોરી કરવામાં આવેલ છે આ ઉપરાંત અરજણભાઈની વાડીએથી એક ભેંસ અને વાઘજીભાઈની વાડીએથી એક ભેંસ જે બંનેની કિંમત કુલ મળીને 60 હજાર રૂપિયા આમ કુલ મળીને 1 લાખની કિંમતના ચાર અબોલ જીવની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો કાનજીભાઈ ભરતભાઈ રાઠોડ (18) નામનો યુવાન ઘુટુ રોડ ઉપર સોનેટ સીરામીક કારખાના નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઇક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કજારીયા સિરામિક પાસે રહેતા વિનોદભાઈ રામપ્રસાદ અહિરવાલ (50) અને રાજકુમાર બાબુલાલ અહિરવાલ (35) નામના બે વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.









