માળિયા (મિં.) ના નવા હજીયાસર પાસે મચ્છુ નદીના મુખ ત્રિકોણ પ્રદેશ પહેલાં આડબંધ બાંધવા માંગ
હળવદના રાતાભેર ગામેથી ચોરી કરેલ ત્રણ ભેંસ અને એક પાડી સાથે આરોપીની ધરપકડ
SHARE
હળવદના રાતાભેર ગામેથી ચોરી કરેલ ત્રણ ભેંસ અને એક પાડી સાથે આરોપીની ધરપકડ
હળવદના રાતાભેર ગામ પાસે વાડી વિસ્તારમાંથી જુદા જુદા ત્રણ વ્યક્તિઓની ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી કરવામાં આવેલ છે જેથી 1 લાખ રૂપિયાની કિંમતના અબોલજીવની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં ચોરાઉ અબોલજીવ સાથે આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદના રાતાભેર ગામે રહેતા મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરિયા (37)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે અબોલજીવની ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાતાભેર ગામની સીમમાં જીઇબી પાસે તેઓની તથા અન્ય સાહેદોની વાડી આવેલ છે અને ફરિયાદીએ પોતાની વાડીએ એક ભેંસ અને એક પાડીને બાંધીને રાખ્યા હતા જે 40,000 ની કિંમતના બે અબોલજીવની ચોરી કરવામાં આવેલ છે આ ઉપરાંત અરજણભાઈની વાડીએથી એક ભેંસ અને વાઘજીભાઈની વાડીએથી એક ભેંસ જે બંનેની કિંમત કુલ મળીને 60 હજાર રૂપિયા આમ કુલ મળીને 1 લાખની કિંમતના ચાર અબોલ જીવની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનાની તપાસ દરમ્યાન હરવિજયસિંહ ઝાલા અને સાગરભાઇ કુરિયાને મળેલ બાતમી આધારે વાંકીયા ગામની સીમમાંથી એક ઈસમને ત્રણ ભેસ અને એક પાડી સાથે પકડીને તેની પૂછપરછ કરવા આવતા અબોલજીવ ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને 1 લાખ રૂપિયાની કિંમતના ત્યારે અબોલજીવ સાથે આરોપી જયંતિભાઈ છગનભાઈ સોનગઢી (42) રહે. ધરમપુર ટિંબડી શક્તિ પેકેજીંગની બાજુમાં મૂળ રહે રાલેજ તાલુકો ખંભાત વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે









