મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મણીમંદિરનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા આયોજન હાથ ધરાશે: કલેક્ટર


SHARE









મોરબીમાં મણીમંદિરનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા આયોજન હાથ ધરાશે: કલેક્ટર

મોરબીમાં કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા પ્રવાસન યાત્રાધામોના વિકાસ કામોની ચર્ચા વિચારણા તેમજ સમીક્ષા અન્વયે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ યાત્રાધામોના વિકાસ કાર્યો અંગે કલેક્ટરએ વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રવાસન સ્થળોના વિકાસ પર વિશેષ ભારત આપવામાં આવી રહ્યો છે અને તેના માટે અલાયદી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. મોરબી જિલ્લાને વધુ એક પ્રવાસન સ્થળ મળે તે માટે મણી મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે જે માટે ટૂંક સમયમાં યોગ્ય આયોજન પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના અન્ય કેટલાક પ્રવાસન સ્થળોને પણ વિકસાવવા ત્યાં પાર્કિંગ સ્વચ્છતા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટેની સૂચના સંબંધીત અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રીએ આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ વંન સંરક્ષક સુનિલ બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ બાબરવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News