ટંકારાના વિરપર ગામે અનાથ આશ્રમના બાળકોના હસ્તે ૮૦ લાખના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત
મોરબીના ત્રાજપર ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન હડફેટે બાઈક સવાર યુવાનનું મોત
SHARE
મોરબીના ત્રાજપર ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન હડફેટે બાઈક સવાર યુવાનનું મોત
મોરબીના સામાકાંઠે ત્રાજપર ઓવર બ્રીજ ચડતા સમયે અજાણ્યા ભારે વાહનના ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લીધો હતો. જેમાં યુવાનને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા યુવાનનું મોત નિપજયું હતું.
મુળ જુનાગઢના અને છેલ્લા ઘણા વર્ષોથી સામાકાંઠે ભડીયાદ ગામે રહેતા અને ઈલેકટ્રીક મોટરનું રીવાઈન્ડીંગ સહિતનું કામકાજ કરતો નિલેશભાઈ રતીભાઈ પીપલોતર નામનો 25 વર્ષનો સગર યુવાન તા.12-12ના બપોરના તેનું બાઈક લઈને ત્રાજપર ઓવરબ્રીજ ચડતો હતો.
તે વાંકાનેર બાજુથી માળીયા બાજુની સાઈડ ઓવરબ્રીજ ઉપર જતો હતો ત્યારે કોઈ ટ્રક-ટેન્કર જેવા ભારે વાહનના ચાલકે નિલેશભાઈ પીપલોતરના બાઈકને હડફેટે લીધુ હતું. આ બનાવમાં નિલેશભાઈ રોડ ઉપર પટકાતા કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભયુર્ં મોત નિપજયું હતું. બી ડીવીઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ તથા સ્ટાફે ભાગી છુટેલા વાહન ચાલકને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.
વાહન અકસ્માત
મકનસર ગામ પાસે બાઈક સ્લીપ થઈ જતા કમલેશ પવારસિંહ કપરા (20) રહે. સણોસરા રાજકોટને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયારે માળીયા હાઈવે ઉપર ભરતનગર ગામે ‘ભરતવન’ પાર્ટીપ્લોટ નજીક ટુ વ્હીલર પલ્ટી મારી જતા રીતેષકુમાર ઉપાધ્યાય (44) રહે. યદુનંદન સોસાયટી, ઉમીયા સર્કલ પાસે શનાળા રોડને ઈજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો. વાવડી રોડ ઉપર બાઈકની પાછળ બેસીને જતા સમયે વાહનમાંથી પડી જતા હિમાંશુ પ્રભુભાઈ કંઝારીયા (11) રહે. મનિષ વિદ્યાલય પાસે વાવડી રોડને સારવાર માટે લઈ જવાયો હતો.
ચોરીમાં અટકાયત
મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં તફડંચીનો બનાવ બન્યો હતો. રીક્ષામાં બેઠેલ મુસાફરના 12 હજારની તફડંચી કરવામાં આવી હતી. જે બનાવમાં અગાઉ બે ઈસમો પકડાયા હતા. આ ગુનામાં પોલીસે અમિત ઉર્ફે ગુચો રાજુભાઈ ડોડીયા (27) રહે. ભગવતીપરા રાજકોટને પકડીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમ તપાસ અધિકારી વાલભા ચાવડા પાસેથી જાણવા મળેલ છે.
વૃધ્ધા સારવારમાં
રવાપર ગામે બોની પાર્કમાં રહેતા રામીબેન મગનભાઈ ચીખલીયા નામના 81 વર્ષના વૃધ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા. ત્યારે પડી ગયા હોય સારવાર માટે ખસેડાયા હતા. તેમજ બાઈક લઈને જતા વખતે વાહન સ્લીપ થઈ જતા લખમણ જયંતિભાઈ દેગામા (23)ને સારવારમાં ખસેડાયો હતો. હળવદના કડીયાણા ગામે બાઈક આડે અચાનક કુતરૂ આડુ ઉતારતા બનેલ બનાવમાં રીટાબેન નિલેશભાઈ પરમાર (33) રહે. ગૌરી દરવાજા પાસે હળવદને સારવાર માટે મોરબી લવાયા હતા.માળીયા (મીં)ના હરીપર ગામ પાસે બ્રીજ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ જેકીનબાબા (35) રહે. વાંઢીયા કચ્છ અને ગુલામ જુમાભાઈ સમેજા (35) રહે. સીકારપુર સામખીયારી (કચ્છ)ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.