મોરબીમાં દીકરીએ દિવંગતોના જન્મ દિવસ નિમિત્તે મેડિકલ કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં દીકરીએ દિવંગતોના જન્મ દિવસ નિમિત્તે મેડિકલ કેમ્પ યોજાયો
છેલ્લા ૭ વર્ષથી માતા શ્રીમતી નિરૂપમાબેન રાવલ, પિતા મનુભાઈ રાવલ અને ફૈબા નર્મદાબેન રાવલ (દિવંગતો)ના જન્મ દિવસ નિમિત્તે દર્દી નારાયણની સેવા માટે દીકરી દ્વારા ડૉ. હસ્તલેખા મહેતા (હસ્તીબેન)ના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને તાજેતરમાં ૨૦૧ માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે પણ કૌશિકાબેન રાવલ દ્વારા બોડાસર પ્રાથમિક શાળા, નવલખી રોડ, મોરબી ખાતે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો સ્કૂલ બાળકો તેમજ પરિવારના સભ્યો સહિત 120 દર્દીઓએ લાભ લીધો હતો અને તેઓના વજન તેમજ દર્દનું નિદાન કરીને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે આચાર્ય જનક ભટ્ટ, શિક્ષક ગોપાણી રજનીશ એમ., અધારા જયેશભાઈ ડી., છત્રોલા ધર્મિષ્ઠાબેન જી. દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને કેમ્પ સહાયક તરીકે કૌશિકાબેન રાવલ સહિતનાઓએ સેવા આપી હતી અને કેમ્પના દાતા તરફથી સ્કૂલના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી.









