મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત


SHARE









મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે માળીયા હાઇવે રોડ ઉપરથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આરોપી પોતાનું વાહન લઈને નાસી છૂટેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ બોટાદ જિલ્લાના પાડાપાણ ગામના રહેવાસી અને હાલમાં મોરબીની ઋષભ સોસાયટીમાં રહેતા રણજીતભાઈ માણસુરભાઈ હેરમા (37) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી તેના ભાઈ પરેશકુમાર માણસુરભાઈ હેરમા પોતાનું બાઈક નંબર જીજે 14 એએચ 9101 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવ ફરિયાદીના ભાઈને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી રહી છે 

મહિલા સારવારમાં

મોરબીના ગુલાબનગરમાં રહેતા ડાભી પુનીબેન નારણભાઈ (28) નામની મહિલા ખાનપર-ચાચાપર રોડ ઉપરથી બાઈકમાં બેસીને પસાર થઈ હતી દરમિયાન કોઈ કારણસર તે બાઈકમાંથી પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી મહિલાને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક સ્લીપ

મોરબીના લાતી પ્લોટ શેરી નં- 4 માં રહેતા નિલેશભાઈ મહેશભાઈ કડવાણી (34) નામનો યુવાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમ પાસેથી બાઈકમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થયું હતું જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News