મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં કામ દરમ્યાન લીફ્ટમાં ફસાઈ જવાથી ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં


SHARE









મોરબી નજીક કારખાનામાં કામ દરમ્યાન લીફ્ટમાં ફસાઈ જવાથી ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં

મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ ઊંચી માંડલ ગામ પાસે કારખાનામાં લિફ્ટનું કામ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન લિફ્ટમાં ફસાઈ જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ યુવાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સિરોઇ ગામે રહેતો અજયભાઈ દેવકણભાઈ પાટડીયા નામનો યુવાન તળાવિયા સનાળા ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ સેલઝોન બાથવેર નામના કારખાનામાં લિફ્ટનું કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર તે લિફ્ટમાં ફસાઈ ગયો હતો જેથી તેને કમરના ભાગ ઉપર ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નંદરામભાઇ મેસવાણિયા ચલાવી રહ્યા છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પિન્ટુકુમાર રતિલાલ (70) નામના વૃદ્ધ પીપળી રોડ ઉપર સત્યમ કાંટા પાસે હતા ત્યારે વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે રહેતો બબલુ રામશંકર રામ (40) નામનો યુવાન બાઇક લઈને કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News