વાંકાનેરના તીથવા ગામે વાડીએ ટ્રેક્ટર નીચે કચડાઈ જવાથી 8 માસના બાળકનું મોત
હળવદના રાયસંગપર ગામે રહેતા યુવાનને માતા-પિતાએ કામ ધંધો કરવાનું કહેતા યુવાને આયખુ ટુંકાવ્યુ
SHARE
હળવદના રાયસંગપર ગામે રહેતા યુવાનને માતા પિતાએ કામ ધંધો કરવાનું કહેતા ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો
હળવદના રાયસંગપર ગામે રહેતો યુવાન કામ ધંધો કરતો ન હતો જે બાબતે તેના માતા પિતાએ તેને કામ ધંધો કરવા માટે કહ્યું હતું અને તે યુવાનને મનોમન લાગી આવતા યુવાને પોતાના ઘરની અંદર લોખંડની એંગલ સાથે વાયર બાંધીને તેના વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (34) નામના યુવાને પોતે પોતાના રહેણાંક મકાનમાં લોખંડની એંગલ સાથે ડીસ કેબલનો વાયર બાંધીને તેના વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા અને આ બનાવની સુરેશભાઈ ગંગારામભાઈ સોઢા (51) રહે. રાયસંગપર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી કરીને તેના માતા-પિતાએ તેને કામ ધંધો કરવા માટે થઈને કહ્યું હતું તે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.









